Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી નજીક ભંગારના ગોડાઉનમાં આગથી અફરાતફરી, ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો : જૂની ચાચા હોટલ (આમલીવાલા) પાસે આગની ઘટના, પાનોલી નોટિફાઈડના ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, સદનસીબે જાનહાનિ નહીં

Share

 

પાનોલી : ભરૂચ જિલ્લાના પાનોલી નજીક જૂની ચાચા હોટલ (આમલીવાલા)ની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાં આગની જ્વાળાઓ ફેલાતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

ઘટનાની જાણ થતાં જ પાનોલી નોટિફાઈડના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ફાયર વિભાગની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે આગ વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

જોકે, ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવી નથી. પાનોલી નોટિફાઈડના ફાયર વિભાગની ત્વરિત કામગીરીની સરાહના થઈ રહી છે.


Share

Related posts

Puja Tibdewal is young talented girl from United Kingdom Leicester who completed her studies in BA Honours De Montfort, Leicester, UK  and is now married and settled in a small town Bharuch of Gujarat state. 

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં પંચાયતોની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં 24 કલાકમાં કુલ 28 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!