Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના 30 વર્ષની યશસ્વી સફરની ઉજવણી, તેજસ્વી તારલાઓનું સન્માન : ચાવજ ખાતે સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો, શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા

Share

 

ભરૂચ :

Advertisement

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા સમાજના શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય ઉત્થાનના 30 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્નેહમિલન તથા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના ચાવજ ગામે આવેલી વણકર સમાજની વાડી ખાતે રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

‘માં મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા’ના સ્થાપક ધનજીભાઈ પરમરના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2026 દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને શૈક્ષણિક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલા આ સમારોહમાં ટ્રોફીના દાતા તરીકે પખાજણના અમરસંગ પરમરે સહયોગ આપ્યો હતો.

સ્નેહમિલનના કાર્યક્રમમાં સમાજના સભ્યો એક મંચ પર એકત્રિત થયા હતા અને પરસ્પર હળીમળીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરૂચ છેલ્લા 30 વર્ષથી સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 21 સમૂહ લગ્નોત્સવ યોજવાની સાથે શૈક્ષણિક ઇનામ વિતરણ, અપરણિત યુવક-યુવતીઓના પસંદગી મેળા તેમજ શ્રેષ્ઠ શિક્ષકો, સૈનિકો, વડીલો, મહેતર અને પોલીસ કર્મચારીઓના સન્માન જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે.

કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ પરમાર, મંત્રી નગીન પરમાર, ખજાનચી દીપકકુમાર પરમાર સહિત હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.


Share

Related posts

નેત્રંગમાં પ્રજાપતિ સમાજની પ્રથમવાર સંગઠનની બેઠક યોજાઇ.

ProudOfGujarat

દાંતિયાવર્ગ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન માર્ગદર્શન પુરૂ પાડતા શિક્ષક ઇમરાન શેખ

ProudOfGujarat

વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!