શુકલતીર્થ મેળાના પ્રથમ દિવસે જ મનોરંજન રાઈડ્સ સતત ત્રીજા વર્ષે બંધ રહેતા યાત્રાળુઓ નિરાશ થયા હતા. પરંતુ બીજા દિવસે મંજૂરી મળી જતા હસકારો મેળવ્યો હતો
શુકલતીર્થની જાત્રામા વર્ષ 2024 માં રાજકોટ TRP ગેમ ઝોનની આગના લીધે મનોરંજન પ્લોટ લેનાર સંચાલકને ભોગવવાનો વારો આવ્યો હતો. મેળો શરૂ થયાના 3 થી 4 દિવસ બાદ પરવાનગી મળતા છેલ્લે છેલ્લે મનોરંજન રાઈડ્સ શરૂ થઈ હતી.
ગત વર્ષ 2025 માં પણ દેવદિવાળીનો દિવસ પસાર થઈ જવા છતાં વીજ જોડાણ જ નહીં અપાતા ચકડોળો શરૂ થઈ ન હતી.
શુકલતીર્થ ગ્રામ પંચાયતને સૌથી વધુ આવક ₹ 28.50 લાખની મનોરંજન પ્લોટની હરાજીથી થઈ છે. આ વર્ષે પણ શનિવારે મેળો શરૂ થઈ જવા છતાં તંત્રએ ચકડોળ ને પરમિશન મળી ન હતી જોકે બીજા દિવસે બપોરે ત્રણ કલાકે પરવાનગી આપતા 18 જેટલી મોટી મનોરંજન રાઈડ્સ ચાલું થય હતી જેને લઈ મેળો મહાલનાર લોકોએ ચકડોળોમાં મનોરંજન માણ્યા હતા
