Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટના ઉતરાજ ગામના રક્ત ક્રાંતિવીર ધર્મેન્દ્ર પટેલનું ‘ભરૂચ રત્ન પુરસ્કાર ૨૦૨૬’ થી ભવ્ય સન્માન

Share

​ભરૂચ: માનવતાના ઉત્તમ કાર્યો અને રક્તદાન ક્ષેત્રે અભૂતપૂર્વ સેવા બદલ હાંસોટ તાલુકાના ઉતરાજ ગામના પનોતા પુત્ર ધરમ ઉર્ફે ધર્મેન્દ્ર રતિલાલ પટેલને પ્રતિષ્ઠિત ‘ભરૂચ રત્ન પુરસ્કાર ૨૦૨૬’ એનાયત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સામાજીક ન્યાય આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્લ્ડ હ્યુમન રાઈટ્સ એમ્બેસેડર ડૉ. સંતોષ બજાજ હસ્તે ભરૂચ ખાતે આ સન્માન એનાયત કરાતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી છે.
​’રક્ત ક્રાંતિવીર’ની ઉપાધિ મેળવનાર ધર્મેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં ૧૨૦ વખત રક્તદાન કરીને ‘સેન્ચુરિયન ડોનર’ તરીકે નામના મેળવી છે. તેમણે માત્ર રક્તદાન જ નથી કર્યું, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ અને થેલેસેમિયા પીડિત બાળકોની વહારે આવી અત્યાર સુધીમાં ૩૮૦ થી વધુ બ્લડ કેમ્પોનું સફળ આયોજન કર્યું છે. તેઓ યોર ડ્રીમ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે, તેમજ તેમના દ્વારા સંચાલિત ‘શ્રી રંગ સ્નેહી બ્લડ હેલ્પ લાઈન’ આજે અનેક શહેરોમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
​અગાઉ શહીદ ભગત સિંહ એવોર્ડથી સન્માનિત ધર્મેન્દ્ર પટેલ જાયન્ટ્સ ગ્રુપ અને લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓમાં પણ સક્રિય રહી અવિરત સેવાકાર્યો કરી રહ્યા છે. રક્તદાનના આ ભગીરથ કાર્ય થકી તેમણે ભરૂચ જિલ્લા, ઉતરાજ ગામ અને બ્રહ્મ સમાજનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ફલક પર વધાર્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીની અમલકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં કામદારોને ગેસની અસર.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન, ૬૭ યુનિટ બ્લડ એકત્રિત થયું.

ProudOfGujarat

નેત્રંગની ગોકુલધામ ટીચર કોલોનીમા આવેલ દવાખાનામા તસ્કરોએ હાથફેરો કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!