Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત સરપંચ અને સભ્યોએ ચાર્જ સંભાળ્યો.

Share

ગત માસે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ ચૂંટણીમાં સરપંચ તરીકે સિરિનબેન મહેબૂબ હસનનો ભવ્ય વિજય થયો હતો અને તેમની પરિવર્તન પેનલે 12 વોર્ડમાંથી 10 વોર્ડ કબજે કર્યા હતા. તારીખ 18 જાન્યુઆરી 2022 ના રોજ ગ્રામ પંચાયતની જૂની ટીમનો કાર્યકાળ પૂરો થતાં સિરિનબેનની ટીમે કાર્યભાર સંભાળ્યો છે.

ભરૂચ તાલુકા અધિક મદદનીશ મેહુલભાઈ ગામીત તથા નબીપુરના તલાટી ક્રમમંત્રી હાજર રહયા હતા અને તેમની હાજરીમાં ડે. સરપંચ તરીકે હાફેઝ ઇકરામુલ ઇબ્રાહિમ દશુંની બિનહરીફ વરણી કરાઈ હતી. ગ્રામ પંચાયતના તમામ 12 નવનિયુક્ત સભ્યો આ પ્રસંગે હાજર રહયા હતા. ગ્રામજનોએ સરપંચ, ડે. સરપંચ અને તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારી બોડી ગામના વિકાસના અધૂરા રહેલા કાર્યોને પૂર્ણ કરવાના તમામ પ્રયત્નો કરશે અને ગામના વિકાસની યાત્રા આગળ ધપાવીશું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલાકુંભ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફની પેટા ચૂંટણીમાં મતદારોને કોરોનાથી સુરક્ષિત કરવા તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા…

ProudOfGujarat

શહેરાના નવીઁન ઈમારતનુ લોકાપર્ણ કરતા ધારાસભ્ય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!