Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : સુરક્ષા સેતુ સોસાયટી અને જિલ્લા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ યોજાઇ.

Share

સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમ લીંબડી મોડેલ સ્કૂલ ખાતે યોજાઈ જેમાં મોડેલ સ્કૂલ ખાતેથી આશરે 120 દિકરીઓને તાલીમ આપવામાં આવી હતી ત્યારે આ તાલીમ શ્રી નિર્ભયા ચેરીટેબલ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ અને સન્સેય રણજીત ચૌહાણ તેમજ સન્સેય હિતેષ મકવાણા દ્રારા આ તાલીમ આપવામાં આવી હતી.

આ મહિલા સ્વરક્ષણ તાલીમ 11 દિવસની હતી જેમાં 13 વર્ષથી ઉપરની દિકરીઓને આ તાલીમ આપવામાં આવી હતી, જેમાં અભ્યાસ કરતી દિકરીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ સ્વરક્ષણ તાલીમમાં પોતે પોતાની જાતે કંઈ રીતે રક્ષણ મેળવી શકે અને સામેની વ્યક્તિ કઈ રીતે પરાસ્ત કરવી જેના અલગ અલગ દાવપેચ શીખવવામાં આવ્યાં હતાં જેમાં તમામ દિકરીઓએ હર્ષભેર તાલીમ લીધી હતી.

તાલીમાર્થી તમામ દિકરીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં તેમજ આ તાલીમના સમયગાળા દરમ્યાન લીંબડી મોડેલ સ્કૂલના આચાર્ય સહિત તમામ સ્ટાફનો સહકાર મળ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગીરા તડવીએ જૂથવાદથી કંટાળી હોદ્દા પરથી રાજીનામું આપ્યાની ચર્ચા.

ProudOfGujarat

ऑल्ट बालाजी और ज़ी 5 की युवा एक्शन थ्रिलर ‘बैंग बैंग – द साउंड ऑफ क्राइम्स’ को उदयपुर के सुरम्य स्थानों पर किया गया है शूट!

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલનાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ વનવિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!