Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અસરુદ્દીન ઓવૈસી પર થયેલ હુમલા અંગે એ.આઈ.એમ.આઈ.એમ. એ પાઠવ્યું આવેદન.

Share

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યા પછી દિલ્હી પાછા ફરતી વખતે હાપુડ-ગાઝિયાબાદ હાઈ-વે પર સાંસદ અસરુદ્દીન ઓવૈસીની કાર ઉપર હુમલો થયો હતો. એ પછી સરકારે તાત્કાલિક અસરથી ઓવૈસીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપી હતી.

આ ઘટના બાદ એ.આઈ.એમ.આઈ.એમ પાર્ટીના કાર્યકરોમાં સરકાર વિરુદ્ધ રોષ વ્યાપી જવા પામ્યો છે, જેના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા છે. આજરોજ ભરૂચ શહેર એ આઈ એમ આઈ એમ પાર્ટીના પ્રમુખ નદીમ ભીખીના અધ્યક્ષતામાં હુમલાને વખોડતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે હુમલો કરનાર તેઓને તાત્કાલિક કરી કડકમાં કડક કાર્યવાહી કરી સજા ફટકારવા માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

Advertisement

આ રજૂઆતમાં ભરૂચ વોર્ડ નંબર 10 માંથી એ.આઈ.એમ.આઈ.એમ પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્ય ફહીમ શેખ, સાહીલ‌મલેક, ફહીમ‌ શેખ, શાહનવાઝ ‌શેખ, જાવીદ‌ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.


Share

Related posts

ભાગવત કથાવાચક કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી માં એ વડોદરાની લીધી મુલાકાત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોનાં નંબરની શરૂ થનારી નવી સીરિઝ પસંદગીનાં નંબર માટે ઓનલાઈન અરજી કરવી.

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસી માં કીચડ દલદલ માં ફસાયેલી ગાય ને બહાર કઢાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!