Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ઉમલ્લા ગામે સરસ્વતી શીશુ વિદ્યામંદિર ખાતે માતૃપિતૃ પુજન દિનની કરાઇ ઉજવણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સરસ્વતી વિદ્યામંદિર શાળામાં માતૃપિતૃ પુજન દિવસ મનાવવામાં આવ્યો હતો. શ્રી રંગ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યાએ આમંત્રિતોને આવકાર્યા હતા અને તેમના પ્રસંગોચિત વકતવ્યમાં માતા-પિતા પુજન દિવસનો હેતુ વિસ્તારથી સમજાવ્યો હતો. અંજનાબેન પંડ્યાએ આજના દિવસે બાળકો એ શં શું કરવુ જોઇએ તેની સમજ આપી હતી. બાળકને જન્મ આપનાર માતાપિતાના સહારાથી બાળક પાપા પગલીથી શરુ કરીને જીવનમાં આગળ વધે છે. બાળકના જીવન ઘડતરમાં માતાપિતાનું યોગદાન હોય છે. બાળક પર માતાપિતાના અગણ્ય ઉપકારો હોય છે, ત્યારે બાળકની પણ ફરજ બની રહે છેકે માતાપિતાના ઉપકાર જીવનભર યાદ રાખીને તેમનું સન્માન જાળવે. તેમજ આ પ્રસંગે બાળકોએ માતા પિતાને માન આપીને તેમના આશિર્વાદ મેળવવા જોઇએ એમ સમજ આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ તેમજ તેમના વાલિઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંજારના વીડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લોખંડની પ્લેટો ચોરી જનાર સાત શખ્સો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચના ઔધોગિક એકમોએ રૂપિયા 58 કરોડથી વધુ બોનસ ચૂકવ્યું. મંદીના સમયમાં 147 એકમોમાં 33,768 શ્રમયોગીઓને લ્હાણી.

ProudOfGujarat

કરજણ, શિનોર, પોર વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!