Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના પાસોદરામાં પરિણીતાએ માનસિક ત્રાસથી કંટાળીને અગન પછેડી ઓઢી.

Share

સુરતના પાસોદરામાં પરિણીતાએ આગ ચાપી આપઘાત કર્યો છે. સુરતના પાસોદરા વિસ્તારમાં આ બનાવ આઠેક દિવસ પહેલા બન્યો હતો જેમાં પાસોદરાની પરિણીતાએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને આપઘાત કર્યો હોય આ કેસમાં પોલીસની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

અઠવાડિયા અગાઉ બનેલી ઘટનામાં પોલીસે આજે પરિણીતાના પિયર પક્ષના લોકોના નિવેદનો નોંધ્યા હતા, જેમાં આ પરિણીતાના ભાઈએ પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું છે કે અવારનવાર મારી બહેનને શંકાની નજરથી જોવામાં આવતી હોય તેમના પતિ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારજનોની હેરાનગતિને લઇને કંટાળી જઇને આ પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. વારંવાર ટેલિફોનિક વાતચીતમાં પણ સતત ભયના ઓથાર હેઠળ આ પરિણીતાને જીવતી હતી. મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

ખેતેશ્વર મોબાઈલ શોપ ખાતેથી આધાર પુરાવા વગરના ૪૭ મોબાઈલ ઝડપી પાડતી એલ.સી.બી …

ProudOfGujarat

સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં મારવાડી ટેકરા ખાતેના મકાન તથા સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!