Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદના માંગરોલ ગામમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સીતપોણની ટીમનો ભવ્ય વિજય.

Share

આમોદ તાલુકાના માંગરોલના ક્રિકેટ મેદાન પર આયોજિત ટુર્નામેન્ટમાં સીતપોણ અને મછાસરાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં પ્રથમ દાવ સીતપોણ ટીમનો આવતા ૧૮૮ રન બનાવ્યા હતા. સીતપોણ ટીમના સુહેલ પોપા એ શાનદાર ફટકાબાજી કરી ૫૨ રન તેમજ ઇમરાન ભર્મા એ ૩૨ રન બનાવી પોતાની ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડી હતી. જ્યારે ઈરફાન વઇદે વિસ્ફોટક બેટિંગ કરી ૧૪ બોલમાં ૪૦ રનની તોફાની બેટિંગ કરી હતી. ૧૧૮ રનના જંગી જુમલાનો સામનો કરવા મેદાને ઉતરેલી મછાસરાની ટીમ ૧૨૫ રનમાં ઓલઆઉટ થઇ જતા સીતપોણની ટીમનો ૬૩ રનથી ભવ્ય વિજય થયો હતો.

મછાસરા ટીમ તરફથી આઝાદ દસુ એકમાત્ર ખેલાડી હતો કે જેણે ૫૦ રન બનાવ્યા હતા. જ્યારે સીતપોણ ટીમ તરફથી સુંદર બોલિંગ કરી નઈમ ભોલાએ ત્રણ તેમજ ઇમરાને બે વિકેટ ખેરવી પોતાની ટીમ તરફથી સુંદર દેખાવ કર્યો હતો. મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ સુહેલ પોપા જ્યારે બેસ્ટ બોલર તરીકે મછાસરા ટીમનો તાહીર જાહેર થયો હતો. વિજેતા ટીમને પુરસ્કારરૂપે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે રનર અપ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં સુંદર દેખાવ કરી ફાઈનલ મેચમાં વિજય અપવાવા બદલ હાફેજી એકસ આઇ ટીમના સુકાની ઝાબિર બંદલાએ ટીમના ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ફાઈનલ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ ઉમટી પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરના ક્ટોપોર ઢોળાવ વિસ્ત્તરમા જવેલસૅનિ દુકાનમા ૧,૯૭,૦૦૦ નિ મતાની ચોરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વિકસિત ભરૂચ વર્ષ-૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ વર્કશોપ સંપન્ન

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેકશન મેપિંગ શો નાં સમયમાં ફેરફાર : જાણો શુ છે લેસર શો નો સમયગાળો..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!