Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સુરવાડી બ્રિજ પર ટ્રક અને બાઇક અથડાતા અકસ્માતમાં એક યુવક ઘાયલ.

Share

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર ટ્રક અને બાઇક અથડાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગતરાત્રીના સાંજના સમયે અંકલેશ્વર તરફથી એક બાઇક ચાલક ગડખોલ ગામ જઈ રહ્યો હતો તે દરમિયાન સુરવાડી ગામ નજીક નિર્માણ પામેલ બ્રિજ પર ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ગઈકાલે સાંજે બાઇક નંબર જી.જે.16.ડી.એ.8238 ની બાઇક લઇને એક યુવક ગડખોલ જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં ગામ નજીક બ્રિજ પાસે ઈંટો ભરેલી ટ્રક સાથે આ બાઇકનું ગંભીર રીતે અકસ્માત થતાં આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓએ ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ અકસ્માત બાદ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ગુજરાતમાં 15 મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી, પ્રથમ તબક્કામાં ધો.9 થી 12 ની સ્કૂલો શરૂ થઈ શકે : સ્કૂલો ખોલવા અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા.

ProudOfGujarat

26 વર્ષ બાદ આજીવન કેદી કાસુ ભલાભાઈ હઠીલા જેલમુક્ત

ProudOfGujarat

બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!