Proud of Gujarat
FeaturedGujaratHealth

ભરૂચ પંથકમાં સૌથી વધુ હોટેસ્ટ ડે…ઠેર-ઠેર ચક્કર આવવાના બનાવો બન્યા.હજી પણ તાપમાન વધે તેવી સંભાવના…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં તારીખ ૨૭-૦૪-૧૯ના દિવસ હોટેસ્ટ ડે તરીકે સાબિત થયો હતો.જયારે આકાશ માંથી અગનગોળા વરસતા હોય એવી કાતિલ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આજરોજ મહત્તમ તાપમાન ૪૪.૪ ડિગ્રી નોંધાયું હતું.જે મોસમનું સૌથી વધુ તાપમાન છે.જયારે લઘુતમ તાપમાન ૨૯.૪ ડિગ્રી નોંધાયું હતું.લઘુતમ તાપમાન પણ સૌથી વધુ અને ઉંચુ તાપમાન છે.આવી કાળઝાળ ગરમીમાં ભરૂચ પંથકમાં ઠેર-ઠેર ચક્કર આવવા,માથું દુખવાની ફરિયાદ, ઝાડા-ઉલ્ટી વગેરેના દર્દીઓ વધી ગયા હતા.દિન-પ્રતિદિન ગરમીનો પ્રકોપ સતત વધતો હોવા જવા છતાં તત્રં દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી.જેના પગલે ગરમીની અસર વધુ લાગી હતી.પાણીનો છટકાવ, ઠેર-ઠેર પીવાના પાણીનું વિતરણ,NGO દ્વારા છાસનું વિતરણ વગેરે પગલાં તત્રં દ્વારા લેવાય તો ગરમીની વિનાશકારી અસર ઓછી થાય એવી લોકચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં સીતપોણ ગામમાં આવેલા એક તબેલામાં પશુપાલન માટે લાવેલા એક બકરાની ગરદન પર અલ્લાહ લખેલું ઉપસી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!