Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં અખંડ નિતનેમ પાઠ સાહેબની પૂર્ણાહૂતિ કરાતા વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

નડિયાદમાં સિંધી સમાજ દ્વારા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અખંડ નિતનેમ પાઠ સાહેબનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પૂર્ણાહુતી કરવામાં આવી હતી જેમાં બહોળા પ્રમાણમાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.

નડિયાદમાં સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છેલ્લા 40 દિવસથી 24 કલાક શીશમહલ અમરધામ જવાહરનગર નડિયાદ ખાતે નિરંતર ચાલી રહેલ અખંડ નિતનેમ પાઠ સાહેબ ( શ્રી સુખમની સાહેબ, શ્રી જપજી સાહેબ, શ્રી દુ:ખ ભંજની સાહેબ તેમજ શ્રી ચૌપાઈ સાહેબ) ની પુર્ણાહુતી કરવામાં આવેલ હતી જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબ મહારાજની આરતી, અરદાસ, ભોગ, શબ્દ કીર્તન તેમજ અનેક આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા. આયોજનમાં લંગર પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે નડિયાદના સિંધી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરના તમામ વોર્ડમાં વિકાસના કામમા સમાન ગ્રાન્ટની વહેંચણી કરવા બાબતે ભરૂચ નગર પાલિકા ના વિરોધ પક્ષના સભ્યોએ આવેદન પત્ર પાઠવ્યું…

ProudOfGujarat

દેડીયાપાડા પોલીસે ખાબજી ગામેથી જુગાર રમતા ૦૭ જુગારીઓને ઝડપી પાડયા : અન્ય ૦૪ ફરાર…

ProudOfGujarat

વડોદરાના બાપોદ વિસ્તારમાં પંચરની દુકાનની આડમાં ગાંજો વેચતો ઈસમ પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!