Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ શાંતિ માટે ભરૂચના સાયકલિસ્ટોએ 100 કિ.મી.નું કર્યું સાયક્લિંગ.

Share

– પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ શરૂ કરેલ ઓપરેશન ગંગા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવાની કામગીરીની કરી સરાહના

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું તાત્કાલિક સમાપન થાય અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા 100 કિમી સાયક્લિંગ દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે યુક્રેનમાંથી ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા દ્વારા સ્વમાનભેર ભારત પરત લાવી રહ્યા છે એ માટે નરેન્દ્ર મોદી તથા ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આજ રીતે ભરૂચ જિલ્લાના બંને સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાયક્લિંગ કરીને ભરૂચ જિલ્લાની જનતાને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આ પ્રસંગે સાયકલ યાત્રા કરી ભરૂચના ઝાડેશ્વર ખાતે પહોંચેલ સાયકલિસ્ટોનું સ્વાગત ગ્રામ પંચાયતના સભ્યો પૈકી બિરેનભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, દત્તુભાઈ, ભદ્રેશભાઈ પરમાર, અભી પટેલ અને કિશન પટેલ દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા : મોરીયા ગામે મિલ્કતના ઝઘડામાં જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ગુનામાં આરોપીને ૭ વર્ષની કેદની સજા.

ProudOfGujarat

ચુડા તાલુકાના ચચાણા ગામે દાહોદના યુવાનને ઇલેકટ્રીક શોટ લાગતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

ProudOfGujarat

વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો જાણો ક્યાં અને કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!