Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : માયો માયો રોગથી પીડિત બે બાળકોની સર્જરી કરી રોગમુક્ત કરતા સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જન.

Share

સાડા પાંચ વર્ષની ઉંમરના ડાકોરના મહંમદ અરફાન શેખ અને વડોદરાના યાકુતપૂરાના ૮ વર્ષના મહંમદ હસાનને વારંવાર લકવાનો હુમલો થતો. બંનેના પરિવારો આ બાળકોને લઈ વિવિધ જગ્યાઓના ખાનગી દવાખાનાઓમાં ગયા. પૈસા ખર્ચ્યા પણ કોઈ ઈલાજ ના મળ્યો કે રાહત ના થઈ. આખરે સરકારી સયાજી હોસ્પિટલનો સહારો મળ્યો. અહીં ન્યુરો સર્જરી વિભાગના વડા ડો.અમેય પાટણકર તથા તેમના સહયોગી ડો. પાર્થ મોદી અને ડો.યક્ષ સોમપુરા તથા તબીબોએ આ બાળકો જવલ્લેજ થતાં અને મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં સંકોચનના લીધે લોહીનો અપૂરતો પુરવઠો મળવાના લીધે થતાં માયો માયો નામના રોગથી પીડિત હોવાનું સચોટ નિદાન કર્યું. લગભગ ૫ કલાકથી પણ લાંબી ચાલતી જટિલ સર્જરી કરીને આ બાળકોને ઉપરોક્ત રોગ સામે રાહત અપાવી.

મહંમદ અરફાનના કાકા અઝહર શેખે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલોમાં આ રોગની સારવાર ઘણી જ ખર્ચાળ છે જે અમારા પરિવારને પોસાય તેમ ન હતી. આણંદ, અમદાવાદના ખાનગી દવાખાનાઓના પગથીયા ઘસવા છતાં નિદાન કે ઈલાજ મળતો ન હતો. આખરે સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગે નાણાંકીય અને માનસિક રાહત અપાવી. ખૂબ મોટી અને જટિલ સર્જરી વિનામૂલ્યે થઈ.ખાનગી દવાખાનાઓ કરતાં અમને ઘણું સારું પરિણામ મળ્યું છે.

Advertisement

આ બંને પરિવારો સરકારી આરોગ્ય સેવાઓ અને સયાજી હોસ્પિટલના ન્યૂરો સર્જરી અને એનેસ્થેસિયા, બાળ રોગ સહિતના વિવિધ વિભાગોના તબીબો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માને છે.


Share

Related posts

નર્મદા જીલ્લામાં છેલ્લા ૨૪ વર્ષમાં સોશિયલ તજજ્ઞ ડોકટર મળ્યા ન હોવાથી નર્મદા જિલ્લા બાર એસોસીએશનને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિત ફરિયાદ કરી

ProudOfGujarat

અમદાવાદ : કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલનો સમય બદલવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ ખાતે વૃક્ષારોપણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!