Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદનાં સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ખાળકૂવાનો સ્લેબ તૂટતાં નાસભાગ, એક મહિલાને ઇજા.

Share

નડયાદ શહેરમાં આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં રાજ્યકક્ષાની અંડર ૧૧ એથ્લેટિક્સ સ્પર્ધાના બીજા દિવસે ખાળકૂવાના સ્લેબ બપોરે તૂટી પડયો હતો. સ્લેબ તૂટતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાળકૂવામાં પડયા હતા. જેમાં એક મહિલાને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ થઇ હતી. જયારે બે બાળકો સહિત ચાર વ્યક્તિઓને અન્ય લોકોએ બચાવી લીધા હતા. ઇજાગ્રસ્ત અમદાવાદના અપેક્ષા ગોડલિયાને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે કોઇ મોટી દુર્ઘટના થઈ ન હતી. સ્લેબ તૂટી પડવાની ઘટનાના પગલે થોડીવાર માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં નાસભાગ મચી ગઇ હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરાના વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પરત ફરતા સાંસદ ધારાસભ્યના હસ્તે કુમકુમ તિલક કરી ભાવભીનુ કરાયું સ્વાગત.

ProudOfGujarat

બુલેટ ટ્રેન બ્રિજની સપોર્ટીંગ લોખંડની પ્લેટોની થયેલ ચોરીમાં બે ઇસમોને પકડી પાડતી વડતાલ પોલીસ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન આડેધડ પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો ડિટેન કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!