Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની કરાઇ ઉજવણી.

Share

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને થઈ હતી.

Gender Equality Today For a Sustainable Tomorrow ની થીમ આધારિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ મહિલાઓ માટે ખુબ જ મહત્વનો છે. આજની નારી દેશ-વિદેશમાં પોતાના વ્યક્તિત્વ દ્વારા દેશ અને સમાજનું ગૌરવ વધારી રહી છે. તેમણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા એર ઈન્ડિયાની બહાદુર પાયલોટ દિશા ગડાનું ઉદાહરણ આપતાં નારી શક્તિને ઉજાગર કરવાની સાથે ભારત દેશ તથા સમગ્ર રાજ્યનું નામ રોશન કરી સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રીએ વર્તમાન સમયમાં મહિલાઓ પુરૂષ સમોવડી બને તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શૈલાબેન પટેલે ઉપસ્થિત મહિલાઓને શુભેચ્છા પાઠવતાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો હેતુ સમજાવ્યો હતો. તેમણે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે તેમ ઉમેર્યું હતુ. આ તબક્કે વાલીયા તાલુકાના ચમારીયા ગામના જય કુબેર સખીમંડળના પ્રમુખ રીટાબેન બોરદરાએ પોતાનો પ્રતિભાવ આપતાં ડીઆરડીએ દ્વારા મળેલ સહાય થકી અથાણાં, પાપડ, મીઠાઈ, ફરસાણ જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી વેચાણ કરીએ છે અને તે દ્વારા જુથના તમામ સભ્યો આર્થિક અને સામાજિક રીતે પગભર બનેલ છે તેમ જણાવ્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન.ડી.પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યા બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ વેળાએ વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું હતું તથા મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના જેમાં ગંગાસ્વરૂપા, પુનઃલગ્ન આર્થિક સહાય, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દિકરી યોજના, માતા યશોદા એવોર્ડ, મહિલા વૃતિકા તાલીમ યોજના, પાવર ડ્રીવન ચાફકટર, બકરા એકમ, ડીઆરડીએ ધ્વારા મહિઆ સ્વસહાય જુથોને દિવ્યાંગ બસ પાસ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભાર્થીઓને જિલ્લા પંચાયતના, પ્રમુખ અલ્પાબેન પટેલ તથા મહિલા મહાનુભાવો દ્વારા મંજુરી હુકમ/ચેક વિતરણ કરાયું હતું. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ ધ્વારા ૧૫ થી ૧૭ વર્ષના બાળકોનું ફાળવેલ કામગીરી ક્ષેત્રમાં ૧૦૦ ટકા કોવિડ-૧૯ રસીકરણ કરવા બદલ એફ.એચ.ડબલ્યુ બહેનોનું સન્માન કરાયું હતું તથા પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી રમતગમત વિભાગ દ્વારા ૮ મી રાષ્ટ્રીય આઈ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પીયનશીપ શ્રીનગર ખાતે આયોજિત થઈ જેમાં નેત્રંગ તાલુકાના થવા ગામની દિકરી દ્રષ્ટિબેન નાનાલાલ વસાવાએ બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ તેઓનું પણ સન્માન કરાયું હતું.

કાર્યક્રમના પ્રારંભે બોરભાઠાબેટ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી. સ્વાગત ગીત જય અંબે સ્કુલની બાળાઓએ રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે નારી શક્તિ પ્રતિજ્ઞાનું વાંચન થયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના યોજાયેલાં આતરરાષ્ટ્રીય મહિકા કાર્યક્રમનું ઉપસ્થિત સહુ કોઈએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહિલાઓએ કાર્યક્રમના સ્થળે વિવિધ યોજનાના પ્રદર્શન તથા સ્ટોલની મુલાકાત લઈને વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી.

Advertisement

આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અવસરે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.ગાંગુલી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનિયા શુક્લા, મામલતદાર રોશની પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિપુલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પદ્માબેન વસાવા, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ વર્ષાબેન, વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, જંબુસર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રામી, ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ નીનાબા યાદવ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, માટીયેડના સરપંચ મધુકાન્તબેન પટેલ, જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના મહિલા પદાધિકારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


Share

Related posts

કપડવંજમાં ત્રણ વ્યક્તિઓને વિજ કરંટ લાગતા એકનુ મોત, જ્યારે બે લોકો સારવાર હેઠળ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં કુવંદા ગામે જરૂરિયાત મંદ લોકોને ગુજરાત ગ્લાસ ફેકટરી તરફથી 200 જેટલી રાશન કીટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

મોટર સાયકલ સ્લિપ થતા મોટર સાયકલ સવારનું કમકમાટી ભર્યુ મોત…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!