Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મહિલાઓ પર થતાં અત્યાચારો રોકવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની મહિલાઓએ પાઠવ્યું આવેદન.

Share

ભરૂચમાં માત્ર પાંચ વર્ષની બાળકી ઉપર બળાત્કાર થતાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના ભરૂચ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ કોકીલાબેન તડવી દ્વારા બળાત્કારીઓને આકરામાં આકરી સજા ફટકારવામાં આવે તે સહિતના મુદ્દાઓ સાથે ભરૂચ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ તકે તેઓ જણાવે છે કે ગુજરાતમાં મહિલાઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે જે અત્યંત ચિંતાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલાઓની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. વિકાસ અને મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપા સરકાર અવારનવાર સ્ત્રીઓ સાથે છેડતી બળાત્કાર હત્યા સહિતની ઘટનાઓ ગુજરાતમાં બનતી રહે છે તેમ છતાં સત્તાધીશો શું કરે છે તેવા અનેક સવાલો આલેખિત આવેદનમાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના મહિલા પ્રમુખે કર્યા છે. સ્ત્રીઓને રક્ષણ આપે એવો કોઈ કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકારે આજદિન સુધી આવ્યો નથી. હાલના સંજોગોમાં ગુજરાતમાં અવારનવાર બળાત્કારની ઘટના સામે આવતી રહે છે અને બળાત્કારીઓને જામીન પર છોડી મુકવામાં આવે છે આટલા બધા અત્યાચારો સ્ત્રી ઉપર થાય છે તેમ છતાં સરકાર દ્વારા સ્ત્રીઓને રક્ષણ આપે તેવા કુલ કાયદાનું ઘડતર કરવામાં આવતું નથી. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ જેમ કે વિધવા સહાય, સહકારી માળખામાં મહિલા અનામત અને ખાનગી કંપનીઓમાં અને સહકારી ક્ષેત્રમાં નોકરી કરતી મહિલાઓને પણ પ્રસુતિના લાભ મળે તથા ભરૂચમાં પાંચ વર્ષની બાળા પર અને નેત્રંગમાં સગીરા પર બળાત્કાર થયો છે તે મામલે પોક્સો હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવામાં આવી અને બળાત્કારીઓને ફાંસીના માચડે ચડાવવામાં આવે તેવી માંગ કરી છે. જ્યાં સુધી ગરીબ બાલિકાને ન્યાય નહીં મળે અને બળાત્કારીને ફાંસીની સજા નહીં આપવામાં આવે ત્યાં સુધી બીટીએસ મહિલા પાંખ શાંતિ નહીં જાળવે તેમજ જો આ બળાત્કારીને ફાંસીની સજા આપવામાં નહીં આવે તો ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની મહિલા પાંખ રોડ પર આવી ઉહાપોહ કરવાની ચીમકી પણ સરકાર સમક્ષ ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર અને વેપારી એસોસિએશનની સમજુતીથી ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 48 કેસ આજે એક જ દિવસમાં નોંધાયા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : હિંગળાજપરામાં ગંદકીનું સામ્રાજ્ય : મહિલાઓએ રોષ વ્યક્ત કરી ગંદકી હટાવી રોડ બનાવવા માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!