Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા ૪૮ પર પાર્ક કરવામાં આવેલ આઇસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ.

Share

ભરૂચ જિલ્લાના હાઇવે ઉપર અવારનવાર લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ સિલ્વર સેવન હોટેલના પાર્કિંગમાં પાર્ક કરેલ આઇસર ટેમ્પો નંબર MH.04.EY 2457 ની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસને ગેરમાર્ગે દોરવા સારું આઇસર ટેમ્પોનો દરવાજો સિલ કરીને મુકવામાં આવ્યો હતો જે બાદ પોલીસે દરવાજો ખોલી જોતા અંદર મોટી માત્રામાં વિદેશી શરાબની પેટીઓ નજરે પડતા લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી શરાબ તેમજ બિયરના અલગ અલગ બ્રાન્ડના કુલ ૧૬૩ બોક્સ જેમાં ભરેલ ૫૭૭૨ નંગ બોટલો મળી કુલ ૧૨,૧૦,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આઈસર ટેમ્પોના ચાલક સહિતના ઇસમોની શોધખોળ શરૂ કરી છે.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

પઠાણની બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધૂમ, કમાણીનો આંકડો ચોંકાવનારો

ProudOfGujarat

અનુપમ મિશન અંતર્ગત પ્રશાંત આશ્રમ શાળા ખાતે કેમ્પની મુલાકાત લેતાં લંડનના મિ.વોર્ટન

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત ના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરી ની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!