ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીની ગેલેક્ષી સરફેકટન્ટસ કંપની દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત તલોદરામાં સમાવિષ્ટ રંદેડી ગામે બહેનોની માંગણીને માન આપી વિશ્વ મહિલા દિવસના રોજ ૯૫ બાથરૂમની ભેટ આપવામાં આવી હતી. ગામમાં સર્વેના આધારથી નક્કી કરેલા ૯૫ મકાન કે જ્યાં બહેનો માટે નહાવાની સુવિધાનો અભાવ હતો અને તેના થકી સુરક્ષા, આરોગ્ય જેવા પ્રશ્નો ઉભા થતા હતા, જે અંતર્ગત બહેનોની સુરક્ષા, સલામતી અને સમ્માનને ધ્યાનમાં રાખીને આ અનોખો પ્રોજેક્ટ જેમાં ૯૫ ઘરોમાં બાથરૂમની સુવિધા પાણીની ટાંકી અને નળ સાથે આપવામાં આવી છે. સદર બાથરૂમ વિશ્વ મહિલા દિવસના રોજ ગામની બહેનોને કંપનીના હેડ આદર્શ નૈયર અને તલોદરાના સરપંચ વિઠ્ઠલભાઈ વસાવાના હસ્તે સુપ્રત કરવામાં આવ્યા હતા. આજ પ્રોજેક્ટના અંતર્ગત ગામની સંસ્થા પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા દરેક લાભાર્થીને ડોલ અને ડબલું સહિતની બાથરૂમ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયાની ગેલેક્ષી કંપની દ્વારા રંદેડી ગામે ૯૫ બાથરૂમની ભેટ અપાઈ.
Advertisement