Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ-ડેડીયાપડા હાઈ-વે પર ટ્રક ડ્રાઈવરો સાથે લુંટ કરતી મધ્યપ્રદેશની ટોળકી ઝડપાઈ.

Share

હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓ દ્વારા જીલ્લામાં મિલ્કત સબબ ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી
કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને ડેડીયાપાડા વિસ્તારમાં ટ્રક ડ્રાઇવરને મારપીટ કરીને લૂંટી લીધેલ. જે અનુસંધાને ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો નોંધાયેલ. જે ગુનાની તપાસ માટે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો દ્વારા અલગ અલગ ટીમો દ્વારા સતત વોચ તેમજ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવવા તજવીજ કરતા દરમ્યાન અંગત બાતમીદાર દ્વારા માહીતી મળેલ કે એક મહીદ્રા કંપનીની જુના મોડલની મજર ૪+૪ ગાડી નંબર MP-09-HA-6145 નેત્રંગ નજીક બોરખાડી બસ સ્ટેન્ડ પાસે મેઈન રોડ ઉપર જોવામળેલ હોવાની હકીકત આધારે નેત્રંગ-ડેડીયાપડા રોડ પર એલ.સી.બી. ટીમ દ્વારા ચેક કરતા બાતમીવાળી ગાડીને રોકીગાડીમાં બેસેલ (૧) હમીદ અજમેરી શેખ રહે. દેવાસ એમ.પી. (૨) દેવીલાલ રમેશચંદ્ર જાદવ (3) મુકેશ ખુશીલાલ
જાટવ (બન્ને રહે. મકસી એમ.પી)ને પકડી આ આરોપીઓને યુક્તિ-પ્રયુક્તિથી ઘનિષ્ઠ પુછપરછ કરતા તેઓએડેડીયાપાડા ખાતે ટેમ્બાપાડા ખાતે એક ટ્રકને રોકીને લૂંટ કરેલ હોવાની કબુલાત કરેલ. અને લુંટમાં ગયેલ મુદામાલ રોકડા રૂ.૨૪,૯૦૦/- આરોપીઓ પાસેથી કબજે કરેલ છે. અને આ કામના ફરીયાદી ટ્રક ડ્રાઇવરને આરોપીઓની ઓળખ કરાવવામાં આવી ત્યારે ફરીયાદીએ પણ આ આરોપીઓને ઓળખી બતાવેલ. જેથી આ ગુનાના કામે પકડાયેલ આરોપીઓ તથા લૂંટના ગુનાના કામે વપરાયેલ એક મહીદ્રા કંપનીની જુના મોડલની મજર ૪+૪ ગાડી નંબર MP-09-HA-6145 તથા પ્લાસ્ટીકના બે કારબા આશરે ૩૫ લિટરના તથા એક પ્લાસ્ટિકની પાઇપ તથા આરોપીઓ પાસેથી રોકડારૂ ૨૪૯૦૦/- તથા એક કાળા કલરનો એન્ડ્રોઇડ વીવો કંપનીનો મોબાઈલ તથા બે સાદા કી-પેડવાળા મોબાઇલ ફોનગુનાના કામે કબજે કરી અનડીટેક્ટ લૂંટ ડીટેક્ટ કરી આરોપીઓ તથા મુદ્દામાલ ડેડીયાપાડાને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

નવસારીના જલાલપોર ગામમાં વિધર્મી યુવાને વિધવાનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા LCB પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલ માટે એસ્પિરેશનલ જિલ્લાની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

મનરેગા યોજના અંતર્ગત માંગરોળ તાલુકામાં ૫૦૦૦ શૌચાલય બનાવતું મિહિર સખી મંડળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!