ગોધરા રાજુ સોલંકી

કાલોલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જંતુનાશક દવા બનાવતી એરીસ્ટા લાઈફ સાયન્સ લી કંપની માંથી પસાર થતા કાંકરના મુવાડા ગામના ગ્રામજનો એ ગામ ના રસ્તા માટે હોબાળો મચાવ્યો હતો કાંકરના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે બાળકો આ કંપનીના અંદર પ્રવેશ કરી શાળા એ જતાં હતાં પરતું એરીસ્ટા લાઈફ સાયન્સ લી કંપની દ્વારા વર્તમાન ન્યૂઝ પેપરમાં જાહેર નોટિસ છાપવી કંપનીના ગેટ બંધ કરી દીધા હતા જેના પગલે વિવાદ સર્જાયો હતો જેનું આજ રોજ પોલીસ તંત્ર શિક્ષણ વિભાગ મામલતદાર ડીવાયએસપી સીપીઆઈ પીએસઆઇ વગેરે ની ઉપસ્થિતિમાં રસ્તાના વિવાદ નું સુખદ નિરાકરણ આવ્યું હતું જેમાં કંપની અને શિક્ષણ વિભાગ ના સહયોગથી ગામનાં બાળકોને અભ્યાસ કરવા માટે આવવા જવા માટે રીક્ષા ની વ્યવસ્થા કરી આપવામાં આવશે
જેમાં કાલોલ મામલતદાર પીએમજાદવ શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરી વગેરે ની ઉપસ્થિતિમાં સુખદ નિરાકરણ આવ્યું હતું

LEAVE A REPLY