Proud of Gujarat
INDIAFeaturedGujarat

સાગબારાથી માત્ર 5 કિ.મી.નાં અંતરે નેશનલ હાઇવે પર અમિયાર અને નવીફળી વચ્ચે બસ, કન્ટેનર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો.

Share

સાગબારાથી માત્ર ૫ કિમીના અંતરે નવીફળી અને અમિયાર ગામની વચ્ચે બસ, કન્ટેનર અને કપાસ ભરેલી ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં મળતી માહિતી મુજબ લગભગ કન્ટેનરનો ડ્રાઈવર કન્ટેનરની અંદર જ બળીને ભડતું થઈ ગયો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઢળતી સાંજે લગભગ પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં સાગબારાથી ડેડીયાપાડા જવાના નેશનલ હાઇવે પર સેલમ્બાથી અંકલેશ્વર જતી બસ અને મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ જતી કપાસ ભરેલી ટ્રક વચ્ચે અને ડેડીયાપાડા તરફથી મહારાષ્ટ્ર તરફ જતાં કન્ટેનર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે એક બાદ એક વાહનોને આગ લાગી જવા પામી હતી જેના કારણે કપાસ ભરેલી ટ્રકને આગ લાગી જતાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં જોત જોતામાં એકબાદ એક વાહનો આગની લપેટમાં ભડતું થઈ રહ્યા હતા. જેમાં બિન આધારભૂત મળતી માહિતી મુજબ કન્ટેનરનો ડ્રાઈવર અંદર જ બળીને ભડતું થયો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

આગ એટલી હદે ભયાનક હતીઓ કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા. ત્રણેય વાહનોમાં આગ લાગવાના કારણે નેશનલ હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી જવા પામી હતી. સાગબારા તાલુકો રાજ્યનો છેવાડાનો તાલુકો હોય અહીં કોઈ ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાના કારણે વાહનો આગમાં ભળીને ભળતું થઈ જવા પામ્યા છે. આગ લાગવાની જાણ આજુબાજુના ગામોમાં ફેલાતા આગ લાગવાની જગ્યાએ લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. પરંતુ બચાવ કામગીરી માટે કોઈ આગળ આવવા તૈયાર થયું ન હતું. અકસ્માતના પગલે ૧૦૮ ઘટના સ્થળે આવીને ઘાયલ થયેલા બસના ડ્રાઈવર, કંડકટર સહિત ટ્રકના ચાલકને જરૂરી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સાગબારા હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઇ ટોળે વળેલા લોકોને બનાવની જગ્યાથી હટાવવા કાર્યવાહી કરી હતી. ઘટના અંગે બસ ટ્રક અને કન્ટેનરના વાહનોના નંબરો જાણી શકાયા નથી. આ સમાચાર લખાઈ છે ત્યાં સુધી હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોધવા પામી નથી, કારણે કે આગનું સ્વરૂપ એટલી હદે વિકરાળ હતુ કે બનાવના સ્થળે કોઈપણ નજીક જવા તૈયાર ન હતું. બસ અંકલેશ્વર ડેપોની હોવાનું જાણવા મળી રહ્યું છે. જે સેલમ્બાથી અંકલેશ્વર જવા માટેની છેલ્લી બસ છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમ સંસ્થાના ત્રણ બાળકોને દત્તકવિધી દ્વારા દંપતિને સોંપ્યા.

ProudOfGujarat

સુરત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ વિવિધ પ્રશ્ન બાબતે કરી રજુઆત.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પરમહંસ સુખાનંદજી મહારાજની 75 મી પુણ્યતિથિની ઉજવણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!