દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાળા ગામે 22 જેટલી સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યો તથા બારીયા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક મીટીંગ યોજાઇ હતી જેમાં દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાળા ગામે 22 જેટલી સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યો તથા બારીયા વન વિભાગના નાયબ વન સંરક્ષક આર એમ પરમારની અધ્યક્ષસ્થાને દવ વ્યવસ્થાપણ વન્યજીવ સંરક્ષણ તથા વન સંરક્ષણ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.
જેમાં કોળીના પુવાળા ગામના 150 થી વધારે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત કોળીના પુવાળા ગામના 150 થી વધારે ગ્રામજનો એ વન્ય જીવ સૃષ્ટિને બચાવવા અને દવ ન થાય તે માટે સંપૂર્ણ પ્રયાસ કરવા માટે ખાત્રી આપી પ્રતિજ્ઞા લીધી હતી. તદઉપરાંત વન વિભાગના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર એ વન્યજીવનું સંરક્ષણ દવ લાગ્યો હોય તો તાત્કાલિક નજીકના ફોરેસ્ટ વિભાગને જાણ કરવી વગેરે જેવી વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કોળીના પુવાળા ગામના ગ્રામજનો, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
દાહોદ રાજુ સોલંકી
દાહોદ : દેવગઢ બારીયાના કોળીના મુવાડા ગામે વન વિભાગના સંયુક્ત ઉપક્રમે મિંટીગ યોજાઈ.
Advertisement