Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડામાં બેંક ઓફ બરોડાનું નેટવર્ક ન હોવાથી અનેક ખાતેદારોને હાલાકી.

Share

વારંવાર ચર્ચામાં આવતી બેંક ઓફ બરોડા નાની બેડવાણ બ્રાન્ચ હોળીના ગણતરીના દિવસો પહેલા જ નેટવર્ક ન આવવાના કારણે બેંકમાં આવતા ખાતેદારોને રજણતી ગરમીમાં ભૂખ્યા અને તરસ્યા આખો દિવસ નેટવર્કની રાહ જોઈને બેસી રહેવાનો વારો આવે છે. બેન્ક દ્વારા પણ સંતોષકારક ખાતેદારોને જવાબ નથી આપવામાં આવતો તેમજ નોટિસબોર્ડ પણ નથી મારવામાં આવતી જેથી ખાસ સીનીયર સીટીઝનને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. નાની બેડવાણ આવવા-જવા માટે વાહન વ્યવહારની ખાસ સગવડ પણ ન હોવાના કારણે લોકો દૂર-દૂરથી ચાલતાં જ બેંક ખાતે આવતા હોય છે. અને આખો દિવસ નેટવર્કની રાહ જોઈ બેસી રહેતા હોય છે. ખાસ આજકાલ સામાજિક પ્રસંગો તેમજ હોળી જેવા તહેવારો નજીક જ આવી ગયા છે. ત્યારે લોકોને પોતાનો ઘર વપરાશનો સામાન તેમજ તહેવારની ઉજવણી માટે ખર્ચ પોતાના ખાતામાં પડેલ પૈસા ઉપાડવા માટે રજણથી ગરમીમાં લાઈન રહેવું પડતું હોય છે. સાથે જ લાઈનમાં ઉભા રહે ત્યારે નેટવર્ક ન આવવાના કારણે લોકો ખૂબ જ તકલીફમાં મુકાતા હોય છે.

બેંક ઓફ બરોડા નાની બેડવાણ બ્રાન્ચના મેનેજર જશુભાઇ વસાવા સાથે વાતચીત કરતા જણાવ્યું કે નેટવર્ક ક્યારે આવે એ નક્કી નથી. સવારથી જ નેટવર્ક નથી અમે કોલ કરી ઉપર જાણ કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે સવાર થી નેટવર્ક નથી, તો બેંકની બહાર ગરમીમાં બેસી રહેતા ખાસ વૃદ્ધ વડીલોને કેમ નોટિસ મારફતે કે મૌખિક જાણ નથી કરવામાં આવતી..?!! બેંકનો અડધો દરવાજો પણ બંધ કરી હોમગાર્ડ સહિતના કર્મચારીઓ નેટવર્ક ન હોવાના કારણે મોબાઈલમાં ડોકિયું કરતાં નજરે પડી રહ્યા છે. ત્યારે આવા આદિવાસી વિસ્તારમાં વારંવાર સર્જાતા બેંકોમાં નેટવર્કના પ્રશ્નો બાબતે રજૂઆત કોણ કરશે..!!?? બેંક ઓફ બરોડા નાનીબેડવાણ બ્રાન્ચના અધિકારીઓ તો ઉપર જાણ કરી છે કહી. પંખા નીચે ઠંડી હવા ખાઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

તાપી- સુમુલ વિરુદ્ધ ચાલતી પશુપાલકો ની વિવિધ સાત મુદ્દે ચાલતો વિરોધ નો મામલો …

ProudOfGujarat

પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ ફર્સ્ટ રીએક્શન આપ્યું …! જાણો શું કહ્યું ..?

ProudOfGujarat

વાંકલ ગામે ભુખી નદી ના કિનારે રૂ. ૧૫ લાખ ના ખર્ચે નિર્માણ થનાર પ્રોટેકશન વોલ નું ખાતમુહૂર્ત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!