Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના મોરણ ગામે ગાળો બોલી ચીચીયારીઓ પાડવાનું ના કહેનાર ઇસમ પર હુમલો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોરણ ગામે ગાડીમાં જઇ રહેલા કેટલાક ઇસમો ગાળો બોલી ચીચીયારીઓ પાડતા હોઇ, તેમ કરવાની ના પાડતા આ ઇસમોએ ના પાડનારને માર માર્યો હોવાનો બનાવ બન્યો છે.

ઝઘડીયા પોલીસના જણાવ્યા મુજબ તા.૧૮ મીના રોજ મોરણ ગામે કેટલાક ઇસમો તેમની ગાડીમાં જતા હતા, તે દરમિયાન આ ઇસમો ગાળો બોલીને ચીચીયારીઓ પાડતા હોઇ મોરણ ગામના ભારસીંગ પ્રિતમભાઇ વસાવાએ તેમને ગાળો બોલવાની ના પાડાતા આ લોકો એક સંપ થઇને માર માર્યો હતો. તેને લઇને ભારસીંગભાઇ તેમજ અન્ય એક ઇસમને ઇજા થવા પામી હતી. ઘટના બાબતે મોરણના ભારસીંગ પ્રિતમભાઇ વસાવાએ મિતેશ સુરેશ વસાવા, સુંદર મથુર વસાવા, નવીન ભારમલ વસાવા, અલ્પેશ સુભાષ વસાવા, અરુણ સુભાષ વસાવા તેમજ પરેશ કિરણ વસાવા તમામ રહે.ગામ મોરણ તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

માંગરોળના સ્ટાર વિલામાં બંધ મકાનમાં તસ્કરોનો 1.80 લાખનો હાથફેરો

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે વાલીયા રોડ પર આવેલ માં મામા નામના ફાર્મ માંથી રાત્રી દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ 2 ભેંસો ની ચોરી કરી લઈ ગયા હતા.

ProudOfGujarat

GSEB નું ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર, ધાંગ્રધ્રા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!