Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં બુધવાર સુધીમાં એક પણ ઉમેદવારે ફોર્મ ન ભર્યું : ૧૧ એપ્રિલે અંતિમ દિવસ

Share

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહિવટી તંત્ર પણ સજ્જ રાજકિય પક્ષો ઉમેદવારી નોંધવા અંતિમ સમય સુધી રાહ જોશે તેવી શક્યતા

Advertisement

ભરૂચ.

ભરૂચ શહેર જિલ્લામાં ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ૬ એપ્રિલથી ૧૧મી એપ્રિલ સુધીની છે. ત્યારે ત્રણ દિવસ વિતી ગયાં હોવા છતાં હાજી સુધી એક પણ ફોર્મ ભરાયું નથી. જોકે, જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત તેમજ ૪ નગરપાલિકાના ફોર્મ ભરવા માટે જેને સ્થળે કામગીરી ચાલી રહી છે. છેલ્લા બે દિવસમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવતાં ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર તુરંત એક્શનમાં આવી ગયું છે. ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ તમામ ૪ નગરપાલિકાઓ, ૯ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને વહિવટી તત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ₹ એપ્રિલથી ૧૧ એપ્રિલ સુધી ફોર્મ ભરવાની તારીખે ત્યારે ત્રણ દિવસ વિતી ગયાં

હોવા છતાં જિલ્લતાની ૩૫૪ બેઠકો પૈકી એક પણ બેઠક માટે એક પણ ફોર્મ હજી સુધી ભરાયું નથી. ત્યારે દરેક પક્ષો દ્વારા અંતિમ ઘડીએ અથવા તો છેલ્લા બે દિવસોમાં જ ફોર્મ ભરવની પ્રક્રિયા હાથ ધરે તેમ હાલમાં લાગી રહ્યું છે. આ લખાય છે ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારોની પણ જાહેરાત હજી સુધી કરવામાં આવી ન હોવાથી રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપમાં સેન્સની પ્રકિયા વખતે એક જ સીટ માટે ક્યાંક ૨૦ થી ૩૦ તો ક્યાંક ૫૦થી પણ વધુ ઉમેદવારોએ દાવેદારી કરી હતી. ત્યારે ઉમેદવારોની જાહેરાત થયાં બાદ કેટલાંક દુભાયેલા પક્ષ પલટો કરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

લીંબડી તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોનાં મામલે ડેપ્યુટી કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

પાનોલીની આર.એસ.પી.એલ. કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરાઇ.

ProudOfGujarat

સુરત ખાતે શક્તિદળની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!