Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની કાદમ્બરી હોસ્ટલમાં યુવાન તેના જ રુમમાં મૃત હાલતમાં મળ્યો

Share

પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો : પીએમ રીપોર્ટ આવ્યેથી તપાસને દિશા મળશે

ભરૂચ.

Advertisement

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી કાદમ્બરી હોસ્ટેલમાં રહેતો એક યુવાન તેના જ રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમે સ્થળ પર દોડી આવી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી યુવકનું મોત કેવી રીતે થયું તેની વિગત મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે, હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલી કાદમ્બરી હોસ્ટેલમાં મુળ યુપીના મથુરા ખાતેનો વતની અને દહેજ જીઆઈડીસીની આરતી ફામાં કંપનીમાં કરજ બજાવતો વિકાસ રાજેશ કૌશિક હોસ્ટેલના બીજા માળે આવેલાં રૂમમાં તેમના અન્ય સાથીઓ સાથે રહેતાં હતાં. ગઈકાલે રાત્રે તેઓ ઘરે એકલાં હતાં. જ્યારે તેમની સાથેના લોકો નોકરીએ ગયાં હતાં. દરમિયાનમાં આજે સવારે તેમના રૂમ પાર્ટનરો તેમના સમવે રૂમ પર પહોંચતાં તેમના રૂમનો દરવાજો સહેજ ખુલ્લો જણાયો હતો. તેમણે દરવાજો ખોલવા જતાં વિકાસ ત્યા દરવાજાને અડીને જ પડેલો જણાયો હતો. તે બેભાન થઈ ગયો હોવાની શંકાએ ગભરાઈને ૧૦૮ને ફોન કરતાં ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. તેમણે તપાસ કરતાં વિકાસનું મોત થયું હોવાનું જણાયું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. જે. મુસર તેમજ તેમની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતકના દેહને તુરંત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. તેમજ તેનું મોત કેવી રીતે અને કયાં સંજોગોમાં થયું હતું તેની વિગતો મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે.


Share

Related posts

દક્ષિણ આફ્રિકામાં સર્જાયેલા અકસ્માતમાં ભરૂચના સરનાર ગામની યુવતીનું મોત : યુવતીના માતા અને ભાઈને ઈજા…

ProudOfGujarat

આમોદ પંથકમાં એસ.ટી.બસના દરવાજે લટકી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબુર, વિડીયો થયો વાયરલ

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે મુખ્ય માર્ગ પર હાઇવા ટ્રક ડંમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!