Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ચાર ગામોમાં રૂ. ૩૫ લાખના વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.

Share

માંગરોળ તાલુકાના વડ, લવેટ નાંદોલા અને ભડકુવા સહિત ચાર ગામોમાં તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓના હસ્તે રૂપિયા ૩૫ લાખના વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી તેમજ અન્ય વિભાગોની ગ્રાન્ટમાંથી વિવિધ ગામોમાં વિકાસ કામોનું નિર્માણ કરાયું છે જ્યારે કેટલાક કામોનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જેમાં સીસી રોડ રસ્તા, પેવર બ્લોક, ગરનાળા ગટર લાઈન સહિતના કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ ઝંખવાવ જિલ્લા પંચાયત બેઠકના ચૂંટાયેલા પ્રતિનિધિ અને દંડક દિનેશભાઈ સુરતી તેમજ ભાજપના વરિષ્ઠ આગેવાન હર્ષદભાઈ ચૌધરી, માંડણ તાલુકા પંચાયત સદસ્ય મુકેશ ગામીત, વડ તાલુકા પંચાયત સદસ્ય દિપક ચૌધરી, ભીલવાડા તાલુકા પંચાયત સદસ્ય ભૂમિબેન વસાવા વગેરેના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થયું હતું. આ પ્રસંગે લવેટ ગામના સરપંચ મનોજભાઈ વસાવા ભડકુવા ગામના સરપંચ ગણેશભાઇ ચૌધરી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાનાં ઓરી ગામ નજીક વન્ય પ્રાણીઓનાં શિકાર કરવા ધૂસેલા 6 શિકારીઓને વન વિભાગે હથિયારો સાથે ઝડપી લીધા હતા.

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી દ્વારા જરૂરતમંદોને રોકડ સહાય કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળા વોર્ડ નંબર 1 માંથી ઇસ્માઇલભાઈ મન્સૂરીની આગેવાનીમાં રાજપીપળા નગરપાલિકા દ્વારા વેરો વધારવાના વિરોધમાં 132 જેટલી અરજી મોકલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!