Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાની ઉમરદા પોસ્ટ ઓફીસ દ્વારા શહિદ દિવસ નિમિત્તે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 83 બાળકીઓના ખાતા ખોલાવ્યા.

Share

સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામની પોસ્ટ ઓફિસ ખાતે શહીદ દિવસની ઉજવણી સાથે પોસ્ટ વિભાગના અધિકારીઓએ નાણાકીય સહયોગ આપી 83 જેટલી બાળાઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવ્યા હતા.

ઉમરદા પોસ્ટ ઓફિસના કમૅચારીઓ દ્વારા આઠ ગામોની મહિલા ઓને ભારત સરકારની મહિલાલક્ષી યોજના જેવી કે ૧ થી ૧૦ વર્ષ બાળકી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, આઈપીપીબી હેઠળ ડિજીટલ એકાઉન્ટ વિશેની માહિતી આપી તેના લાભો જણાવવામાં આવ્યા. ઉમરદા પોસ્ટ ઓફિસના હેઠળના આઠ ગામોની મહિલા ઓને પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલી ડિજીટલ પ્લેટફોર્મની સુવિધા પુરી પાડવામાં આવેલ, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ઉમરદા પોસ્ટ ઓફિસ હેઠળ 83 બાળકીના એકાઉન્ટની રૂ.250 ડિપોઝિટ પેટેની રકમ પોસ્ટઓફિસનાં અધિકારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી, કોસંબા સબ ડિવિઝન અધિકારી અનિલકુમાર યાદવજીના માગૅદશૅન હેઠળ ઉમરપાડા પોસ્ટ ઓફિસના એસ.પી.એમ બિપીનભાઈ ચૌધરી, ઉમરદા પોસ્ટ ઓફિસના બીપીએમ જે.એમ.વસાવા, એબીપીએમ તરૂણકુમાર નકુમ દ્વારા આઠ ગામોની મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

રાજ્યમાં આજથી એસ.ટી. બસોને રાત્રી કર્ફયુમાંથી મળી મુક્તિ..!

ProudOfGujarat

ભરૂચ : નંદેલાવ નજીક મઢુલી સર્કલ પાસે લકઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાળકીનું મોત અન્ય બે ઘાયલ.

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલી GIDC ની દાલમીયા કેમીકલ કંપનીમાં લાખો મત્તાની ચોરી સી.સી.ટી.વી. કેમેરામાં થઈ કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!