Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ.

Share

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની 19-02-2022 ના રોજ મળેલ કારોબારી સભાએ હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો અને ઉમેદવારે ફોર્મ ભરવાની તારીખ 25-03-2022 હતી તેમજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 28-03-2022 સાંજના 6:00 કલાક સુધીની જાહેર કરવામાં આવી હતી. તે પૈકી તમામ સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા થતાં ચૂંટણી પંચના સભ્યો દિપક સોલંકી, મહેશ પટેલ, કમલેશ પટેલે વિજેતા જાહેર કર્યા હતા.

બિનહરીફ જાહેર થનાર ઉમેદવારમાં રાજેન્દ્રકુમાર દલપતભાઈ પટેલ પ્રમુખ, ભાવેશભાઈ ગોમાનભાઈ પટેલ મંત્રી, સુભાષચંદ્ર બાલુભાઈ પટેલ ઉપપ્રમુખ, દિનેશભાઈ ઠાકોરભાઈ પટેલ ઉપપ્રમુખ, નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકી સહમંત્રી, જયેશભાઈ વલ્લભભાઈ પટેલ સહમંત્રી,હરેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ સંગઠનમંત્રી,અનિતાબેન છગનભાઈ પટેલ સંગઠનમંત્રી, વિજય ગણપતભાઈ પટેલ ઓડિટર, મંગાભાઈ મેલાભાઈ પટેલ ઓડિટર, નિલેશ રમણલાલ પટેલ તાલુકા કારોબારી, જિતેન્દ્રકુમાર સુરેશચંદ્ર ચોકસી તાલુકા કારોબારી,નિલેશભાઈ ગણપતભાઈ પટેલ તાલુકા કારોબારી, વિપુલભાઈ હરેશભાઈ પટેલ તાલુકા કારોબારી, પંકજભાઈ રામુભાઈ પટેલ તાલુકા કારોબારી,હરેશભાઈ અરવિંદભાઈ પટેલ તાલુકા કારોબારી,મુકેશભાઈ રમણભાઈ પટેલ તાલુકા કારોબારી,ઉર્મિલાબેન વનમાળીભાઈ પટેલ મહિલા સંગઠનમંત્રી,મુકતાબેન ભગુભાઈ પટેલ મહિલા સંગઠનમંત્રી,લલિતભાઈ બાલુભાઈ પટેલ કોષાધ્યક્ષ,હિરેનભાઈ વસંતભાઈ પટેલ પ્રચારમંત્રી,મિનલબેન મંગાભાઈ ઓડ પ્રચારમંત્રી,પરેશભાઈ છગનભાઈ પટેલ જિલ્લા કારોબારી,નૈનેશભાઈ કાંતિભાઈ પટેલ જિલ્લા કારોબારી,હિતેન્દ્રભાઈ દુર્લભભાઈ પટેલ જિલ્લા કારોબારી,હિમાંશુભાઈ દલસુખભાઈ પટેલ જિલ્લા કારોબારી,રાકેશભાઈ ડાહ્યાભાઈ પટેલ જિલ્લા કારોબારી તમામ ઉમેદવારો બિનહરીફો જાહેર થયા હતા.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો અને 50 લાખના માઈકલ સિન્કો ડિઝાઈનર બ્લુ એમ્બેલિશ્ડ ગાઉનમાં સૌને ચોંકાવી દીધા.

ProudOfGujarat

નડિયાદ : વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી મોટરસાયકલ સવાર ફરાર.

ProudOfGujarat

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે “ નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ હેઠળના લાભાર્થી પરિવારને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કિટ વિતરણ સાથે બપોરનું ભોજન પીરસાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!