Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા અલગ અલગ બે બનાવમાં ગળે ફાંસો ખાઈ લેતા બેના મોત નીપજ્યા હતા.

Share

વિનોદભાઇ પટેલ

પ્રથમ બનાવમાં શુફલમ સોસાયટી માનવ મંદિરની પાસે રહેતા રામા રાવ તયડે (ઉ.વ.45) પોતાના ઘરે રવિવારે રાત્રે દશ – અગિયાર વાગ્યાના અરસમાં કોઇ અગમ્ય કારણોસર સીલીંગ ફેનમાં રસ્સો બાંધી ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તેના પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં લઇ આવ્યા હતા જ્યા હાજર તબીબે રામા રાવને મૃત જાહેર કર્યા હતા, બનાવની અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસને જાણ થતાં તુરંત સ્થળ પર દોડી જઇ પંચનામા સહિતની કાર્યવાહી કરી રામા રાવના આપઘાત પાછળના કારણો જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

બીજા બનાવમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતી ૩૮ વર્ષીય નીલમબેન યતીનભાઈ પટેલે ટેનશનમાં આવી રવિવારે ગળે ફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. આત્મહત્યાની ઘટનાને પગલેે મૃતકના પરિવારજનોમાં ગમગની છવાઇ ગઇ હતી. બનાવ અંગે અંકલેશ્વર પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

લ્યો બોલો, નેત્રંગ ગ્રામપંચાયત નું વીજ બિલ બાકી પડતા જીઈબી એ જોડાણ કાપવાની ફરજ પડી

ProudOfGujarat

અભિનેતા અનુપમ ખેર પોતાની આગામી ફિલ્મમાં રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિકા નિભાવશે

ProudOfGujarat

ભરૂચ : લારી-ગલ્લાવાળાનાં પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા આમ આદમી પાર્ટીની કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!