Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદભાઈ પટેલનાં અંતિમ દર્શન ટાણે લોકો શોક મગ્ન બની હીબકે ચઢયા.

Share

ભરૂચ જીલ્લાનાં અને નર્મદા જિલ્લાના જનસમુદાયનાં સૌથી લોકપ્રિય એવાં લોકનેતા અહેમદભાઈ પટેલનાં અંતિમ દર્શન અર્થે તેમના વતન પિરામણ ગામનાં લોકો ઉપરાંત સમગ્ર ભરૂચ જીલ્લા અને નર્મદા જીલ્લામાંથી લોકોના ટોળા ઉમટી પડયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદો વ્યવસ્થાની જાળવણી અંગે ખૂબ મોટી સંખ્યામાં લોકોને પિરામણ ગામ આવતા રસ્તામાં રોકવવામાં આવ્યા હતા. આ બાબત સૂચવે છે કે સ્વ. અહેમદભાઈ પટેલની લોકપ્રિયતા કેટલી ચરમસીમા પર હતી ઉપસ્થિત લોકોએ તેમના સંસ્મરણો જણાવતા કહ્યું હતું કે અમારા લોકલાડીલા નેતા સ્વ. અહેમદભાઈ હંમેશા જમીન પર રહેતા તેમાનામાં કયારે તેઓ રાષ્ટ્રીય નેતા છે તેવી ભાવના જણાતી ન હતી તમામ લોકોને તેઓ નામથી બોલાવતા તેવી તેમની યાદશક્તિ હતી. નાનામાં નાના વ્યક્તિઓનાં કામ કરવા તેમજ મુસીબતોનાં સમયે સહારો આપવાની તેમની રિતીનીતીનાં પગલે પિરામણથી પાર્લમેન્ટ સુધીની સફર ખેડનાર આ લોકનેતા લોકોના હદયમાં વસી ગયા હતા તેના પગલે આજે તેમની અંતિમ વિધિનાં સમયે લોકો હીબકે ચઢ્યા હતા. સામાન્ય માનવી ઉપરાંત મોટા ગજાનાં નેતાઓ અને આગેવાનો પણ તેમના આંસુ રોકી શકયા ન હતા ખૂબ દુ:ખ ભર્યો દિવસ આજે પસાર થઈ રહ્યો હતો લોકોને એમ લાગ્યું કે કંઈક ખાલીપણું આવી ગયું છે કોઈક શૂન્યવકાસ સર્જાયો છે.

સ્વ. અહેમદ પટેલનાં પાર્થિવ દેહને અંકલેશ્વર ખાતેની સરદાર હોસ્પિટલનાં કોલ્ડ સ્ટોરમાં રાખવામાં આવ્યો હતો જયાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સ્વ. અહેમદભાઈની લોકપ્રિયતા અસિમ હતી અને છે તેમણે કયારે ભૂલી ન શકાય. તેમના દત્તક ગામ વાંદરીનો વિકાસ હોય કે પછી ભરૂચ જીલ્લાનાં વિકાસ માટે તેમણે કરેલ ભગીરથ પ્રયાસો હોય તેને ભૂલી શકાય નહીં જેમ કે પેન્શનરો માટે સ્વ. અહેમદભાઈનાં પ્રયાસોથી પી.એફ કચેરી સુરતથી ભરૂચ લાવવામાં આવી આ સામાન્ય બાબત નથી આ કાર્યથી તેમને પેન્શનરો એટલે કે વડીલોના આશીર્વાદ મળતા આ ઉપરાંત પાસપોર્ટ ઓફિસ અંગેની તેમની ભૂમિકા, કેબલબ્રિજ તેમજ ભરૂચ જીલ્લાનાં નકશાને વિકાસમય બનાવવા માટે દહેજ ખાતે જી.આઇ.ડી.સી. નું શિલાન્યાસ હોય કે પછી સમગ્ર ભરૂચ, નર્મદા અને ગુજરાત રાજયનાં ખેડૂતોની ખુશહાલીમાં વધારો કરતાં અને તેમના ખેતરોમાં નર્મદાનું જળ પહોંચે તે માટે સરદાર સરોવર નર્મદા ડેમનાં નિર્માણ માટેની મહત્વની ભૂમિકા અહેમદભાઈએ બજાવી હતી.

સરદાર પુલ હોય કે પછી જી.એન.એફ.સી. હોય તેમના પ્રયાસોથી અનેક પ્રોજેકટો ભરૂચ જિલ્લામાં આવ્યા. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. તેમજ જીલ્લાની તમામ જી.આઇ.ડી.સી. ઓ દ્વારા ભરૂચ જીલ્લાને ભાંગ્યુ તોય ભરૂચ નહીં પરંતુ વિકાસ પામતા ભરૂચ અને ઔદ્યોગિક ક્ષેત્રે હરણ ફાળ પ્રગતિ કરતાં ભરૂચ જીલ્લાની તસવીર અહેમદભાઈએ ઊભી કરી જેના માટે સમગ્ર ભરૂચ જીલ્લા નર્મદા જીલ્લા તેમજ ગુજરાતની જનતા તેમણે કયારેય ભુલાવી નહીં શકે આજે તેમની અંતિમ વિધિ દરમ્યાન લોકો ચોધાર આંસુએ રડયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી 100 મીટર લંબાઈની LED લાઇટની ચોરી : સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

બેદરકારી બાદ એક્શન, કોની શાખ બચાવવા? :વાગરા ના વિલાયત ખાતે ગેરકાયદેસર કામદારોને વહન કરતા ટેમ્પા કરાયા ડિટેઇન..

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!