Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

બેદરકારી બાદ એક્શન, કોની શાખ બચાવવા? :વાગરા ના વિલાયત ખાતે ગેરકાયદેસર કામદારોને વહન કરતા ટેમ્પા કરાયા ડિટેઇન..

Share

વાગરા વિલાયત GIDCમાં ગતરોજ બ્રેક ફેલ થયેલા પીકઅપ ટેમ્પો પલ્ટીમાં બે કામદારોના મોત બાદ વાગરા પોલીસ એક્શનમાં આવી હતી.પોલીસે કામદારોનું વહન કરતા વાહનો અને મોટર સાયકલ મળી કુલ 19 વાહનો ડિટેઈન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વાગરા તાલુકાની સાયખા,વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેટાં-બકરાની જેમ ખીચો-ખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હોય છે.પરંતુ નિયમોને અભરાઈએ ચઢાવી લોકોની જિંદગી સાથે રમત રમાતી હોય છે.ત્યારે ગતરોજ વાગરા તાલુકામાં આવેલી વિલાયત GIDC માં કામદારોને લઈ જઈ રહેલો પિક-અપ ટેમ્પો પલ્ટી જવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજાએ માલ વાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી.

Advertisement

વાગરા પોલીસે કડક ચેકીંગ હાથ ધરી પાંચ બોલેરો ગાડી,6 છોટા હાથી ટેમ્પો,6 મારુતિ ઈક્કો તથા બે મોટર સાઇકલ મળી કુલ 19 વાહનોને 207 મુજબ ડિટેઇન કર્યા હતા.પોલીસની કડક કામગીરીને પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કાયમી વાહન ચેકીંગ હાથ ધરાય તેવી લોક માગ ઉઠી છે.


Share

Related posts

સુરેન્દ્રનગર ખાતે મોહરમની ઉજવણી

ProudOfGujarat

સોના કરતા ઘણામણ મોંઘી પડી નર્મદા એસ.ટી નિગમને લાખો રૂપિયાની ખોટ

ProudOfGujarat

ઓરેવા ગ્રુપના કર્તાહર્તા સામે કાર્યવાહીની માંગ સાથેની ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ અરજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!