Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાના ગલેન્ડા ગામે લગ્નના વરઘોડામાં હથિયારોનું પ્રદર્શન, 3 ની અટકાયત.

Share

વાગરાના ગલેન્ડા ગામે યોજાયેલાં લગ્ન પ્રસંગમાં રાત્રીના સમયે વરઘોડો નિકળ્યો હતો. વરઘોડામાં જોડાયેલાં ગામના અને બહારથી આવેલાં જાનૈયાઓ સહિતના લોકોએ ડી.જે.ના તાલે નાચવા માટે ઉમટી પડ્યાં હતાં. જોકે, તે પૈકીના કેટલાંક શખ્સોએ વટ જમાવવા માટે હાથમાં એરગન, હોકી સ્ટીક, ઘોડાને હાંકવાની ડાંગ સહિતના મારક હથિયારો હવામાં ઉછાડ્યાં હતાં.

જે બાદ વરઘોડામાં મારક હથિયારો ઉછાળ્યાં હોવાના વિડિયો વાયરલ થયાં હતાં. જે અંગે દહેજ પોલીસને જાણ થતાં પીઆઇ બી.એન. સગર તેમજ તેમની ટીમે એક્શનમાં આવી વિડિયોના આધારે અરબાઝ ફિરોજ રાજ, મુનાફ નસરૂદ્દીન રાજ તેમજ ઇકબાલ ચંદ્રસંગ રાજની અટકાયત કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વાપી-ઘરકામ કરતી 90 મહિલાઓને વાપી મુસ્કાન ગ્રુપ હવે ભણાવશે, ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓને મફતમાં ટ્યુશન કલાસ ચલાવશે..

ProudOfGujarat

રાજકોટ : પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

પ્રેમમાં ગમતી વ્યક્તિનું ગમતું સંતાડવાનું હોય છે!!!.. (રૂમાલનો તાજમહેલ…)

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!