Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી એક ઇસમ ભગાડી ગયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ત‍ાલુકાના એક ગામની ૧૭ વર્ષીય સગીર યુવતીને ગત તા.૨૭ મીના રોજ એક ઇસમ લગ્નની લાલચ આપીને પટાવી ફોસલાવીને ભગાડી ગયો હોવાની ઘટના બનવા પામી છે. સગીરાના પિતાએ ઝઘડીયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.૨૭ મીના રોજ તેમની સગીર વયની દિકરી બાથરુમ જવાનું કહીને ઘરની બહાર ગઇ હતી. ત્યારબાદ તે પાછી ન ફરતા તેની તપાસ કરવા છતાં મળેલ નહિ. આ યુવતીને નર્મદા જિલ્લાના જાંબારનો જશવંત વસાવા નામનો ઇસમ ભગાડી ગયો હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ યુવકના ઘરે જઇને તપાસ કરવા છતાં યુવતી મળી નહતી. આ સંદર્ભે સગીરાના પિતાની ફરિયાદને લઇને પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

 સુરતના ભાજપના એક જાણીતા નગરસેવક દારૂની પાર્ટીમાં ઝૂમતા જોવા મળ્યાનો વીડિયો વાઈરલ થતા શહેરના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા અંતર્ગત તાલુકાના કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લીધી.

ProudOfGujarat

હાલોલ ખાતે રથયાત્રા પૂર્વે તડામાર તૈયારીઓ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!