Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વારસિયા વિસ્તારમાં પટેલ પાર્ક ખાતે બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાસાઈ થતા દોડધામ.

Share

વડોદરાના વારસિયા પટેલ પાર્ક વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગના બાલ્કનીનો કેટલોક ભાગ અચાનક આજે સવારે તૂટી પડતા એક સમયે આસપાસના લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

બિલ્ડિંગની બાલ્કની પરથી નીચે પડેલ સ્લેબના ટુકડાઓના કારણે ત્રણથી ચાર વાહનોને નુક્શાન થવા પામ્યુ હતું, ઘટનાના પગલે બાલ્કનીવાળા ભાગ પાસેના મકાનમાં અનેક લોકો અંદર જ ફસાયા હતા જે અંગે વડોદરા ફાયર વિભાગના લશ્કરોએ સ્થળ પર દોડી જઇ સીડી વળે તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથધરી તમામને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.

સમગ્ર દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નહી થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે સ્લેબ પડવાના કારણે ભારે નુકશાની થઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા જેલની દક્ષિણમાં આવેલ વિવાદિત જમીનમાં જેલ વિભાગે જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કરતા ફરી વિવાદ વકર્યો.

ProudOfGujarat

મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ- ૦૨ નું આજરોજ સમાપન કરાવ્યું

ProudOfGujarat

ભરૂચ:સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!