Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલના અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરાયો.

Share

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. આમ આદમીનું જીવન જીવવા માટે દુષ્કર બની ગયું છે. દરરોજ કુદકે અને ભૂસકે પેટ્રોલ-ડીઝલમાં સતત વધતા જતાં ભાવોથી લોકો ચિંતામાં છે. એક તરફ કોરોના મહામારીમાં લોકડાઉનમાં લોકો પાસે ધંધો-રોજગાર નથી, બેકારીમાં સપડાઈ ગયા છે. યુવાનો પાસે રોજગારી નથી બેકારી વધતી ગઈ છે, જીડીપીનો દરનો ગ્રાફ નીચો થઈ ગયો છે,મોંઘવારીએ માઝા મૂકી છે. તેલ-ગેસ પેટ્રોલ-ડીઝલ શાકભાજીના ભાવો વધી રહ્યા છે તો આ બાબતે કેન્દ્ર રાજ્ય સરકાર લોકહિતના ધ્યાનમાં લઇ ભાવમાં ઘટાડો કરે એ માટે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ એક પ્રતિક ધરણા કરી ભાવ વધારાનો વિરોધ કર્યો છે. આ પ્રસંગે ઉમરપાડા તા.કોંગ્રેસ પ્રમુખ હરીશભાઈ, નિવૃત્ત કલેકટર જગતસિંગ વસાવા, નટવરભાઈ વસાવા, ભુપેન્દ્રસિંહ, ધારાસિંહ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઊની ગરમ વાઘા પહેરાવી ભક્તોએ પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ કર્યો…જાણો ક્યાં??

ProudOfGujarat

નડિયાદ : અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬ મા  પ્રાગ્ટય મહોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઇ

ProudOfGujarat

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પલસાણાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!