Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વારસિયા વિસ્તારમાં પટેલ પાર્ક ખાતે બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાસાઈ થતા દોડધામ.

Share

વડોદરાના વારસિયા પટેલ પાર્ક વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગના બાલ્કનીનો કેટલોક ભાગ અચાનક આજે સવારે તૂટી પડતા એક સમયે આસપાસના લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

બિલ્ડિંગની બાલ્કની પરથી નીચે પડેલ સ્લેબના ટુકડાઓના કારણે ત્રણથી ચાર વાહનોને નુક્શાન થવા પામ્યુ હતું, ઘટનાના પગલે બાલ્કનીવાળા ભાગ પાસેના મકાનમાં અનેક લોકો અંદર જ ફસાયા હતા જે અંગે વડોદરા ફાયર વિભાગના લશ્કરોએ સ્થળ પર દોડી જઇ સીડી વળે તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથધરી તમામને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.

સમગ્ર દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નહી થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે સ્લેબ પડવાના કારણે ભારે નુકશાની થઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 22 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા જીલ્લામાં કુલ સંખ્યા 665 થઈ.

ProudOfGujarat

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ચાર દિવસ બંધ રહેશે…!! જાણો ક્યારે.

ProudOfGujarat

જંબુસર ખાતે ૭૪ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!