Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી : સીએનજીના ભાવો ઘટાડવાની માંગ સાથે રીક્ષા ચાલકોએ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

Share

સતત વધતા સીએનજીના ભાવોને લઈ ચિંતિત બનેલા નવસારી જિલ્લાના રીક્ષા ચાલકોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી, સીએનજીના ભાવો ઘટાડવાની માંગ સાથે તમામ ઇંધણને જીએસટીમાં લાવી દેવાની માંગ પણ કરી છે. નહીં તો ગાંધી માર્ગે અને જરૂર પડ્યે સુભાષચંદ્ર બોઝના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પેટ્રોલ ડીઝલના ભાવોમાં દરરોજ થઈ રહેલા ભાવ વધારા સાથે પીએનજી અને સીએનજીના ભાવો પણ વધી રહ્યા છે. હાલમાં જ સીએનજીમાં 7 રૂપિયાનો વધારો થયો છે. જેને કારણે કોરોના કાળની માર સહન કરી હમણાં જ ઉભા થયેલા નવસારી જિલ્લાના અંદાજે 8 હજાર રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની છે. જેમાં પણ નવસારી-વિજલપોર શહેરમાં થોડા મહિનાઓ અગાઉ જ સિટી બસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે પણ રિક્ષાચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સીએનજીના વધતા ભાવોએ રિક્ષાચાલકોની કમર તોડી નાંખી છે. બીજી તરફ રિક્ષાચાલકોએ ભાડામાં વધારો કર્યો નથી. જેથી સરકાર તાત્કાલિક સીએનજીના ભાવોમાં ઘટાડો કરે અથવા સીએનજી સહિત પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવે એવી માંગણી કરવામાં આવી છે. નહી તો રિક્ષાચાલકો પ્રથમ ગાંધી ચિંધ્યા માર્ગે અને યોગ્ય નિર્ણય ન આવે તો સુભાષચંદ્ર બોઝના માર્ગે પણ આંદોલન કરશેની ચીમકી ઉચ્ચારી છે.

પરિમલ મકવાણા નવસારી

Advertisement

Share

Related posts

વડોદરા : યુક્રેનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલી આપવાના નામે 16.50 લાખની ઠગાઈ, પોલીસ કમિશનર સમક્ષ કરાઇ રજૂઆત.

ProudOfGujarat

વડતાલધામના દેવોનો ૧૯૯ મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો.

ProudOfGujarat

રાજયમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!