Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડામાં ગે.કા લાયસન્સ પરવાના વગરની ત્રણ બંદુકો સાથે પાંચ ઈસમો ઝડપાયા.

Share

ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટાના પાંચ જેટલાં ઈસમોની એક ટોળકીએ ગે.કા લાયસન્સ પરવાના વગરની ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો ઉઠાવી કોતરમા નાખી નાસી જતા ડેડીયાપાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્રણે લોડેડ બંદુકો કબજે લીઘી છે.

આ અંગે પોલીસ ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી એ.એસ.આઈ રવિન્દ્રભાઈ એસ.ઑ.જી શાખા નર્મદાએ આરોપીઓ (૧) અરવિંદભાઇ જયંતીભાઈ વસાવા (૨) દિલીપભાઇ નારસિંગભાઈ વસાવા (૩) ધીરજભાઈ ગણપતભાઈ વસાવા રહે,ગાજરગોટા તા.ડેડીયાપાડા જી.નર્મદા તથા બીજા બે ઇસમો સામે નોંધી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપી અરવિંદભાઇ જયંતીભાઈ વસાવા તથા દિલીપભાઇ નારસિંગભાઈ વસાવા તથા ધીરજભાઈ ગણપતભાઈ વસાવા (રહે,ગાજરગોટા તા,ડેડીયાપાડા જી.નર્મદા) તથા બીજા બે ઇસમોએ પોતાના કબજામાં ગે.કા લાયસન્સ પરવાના વગરની ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો કિ.રૂ.૩૦૦૦/- ની કાબરીપઠાર ખાપી જવાના રસ્તા ઉપર આવેલ સ્મશાન વાળા કોતર પાસે નાખી દઈ નાશી જઈ ગુન્હો કરતા પોલીસે આ ત્રણે બંદૂકો કબજે લઈ પાંચ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરતના ગોજરા ગામે 108 ના સ્ટાફ દ્વારા સમય બગાડયા વગર ડિલિવરી કરાવીને માતા-પુત્રીનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

જંબુસરની રેફરલ હોસ્પિટલમાં હવે માત્ર ઓપીડી વિભાગ જ કાર્યરત રહેશે…જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર પોલીસનો સપાટો – રોંગ સાઈડ અને ઓવર સ્પીડમાં આવતા વાહનો સામે તવાઈ બોલાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!