મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો આખો રમઝાન મહિનો રોજા (ઉપવાસ) રાખતા હોય છે. રોજો એટલે વહેલી સવારે મળશ્કેથી લઇને સાંજે સુર્યાસ્ત સુધી ખાવું પીવું જેવી માનવીય ઇચ્છાઓનો અલ્લાહને માટે ત્યાગ કરવો. હાલ કાળઝાળ ગરમી પડતી હોવા છતાં કેટલાક નાના ભુલકાઓ પણ પોતાની જીંદગીનો પ્રથમ રોજો રાખીને અલ્લાહને યાદ કરતા હોય છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના વણાકપોર ગામે આજે જીશાન રમીજભાઇ સોલંકી નામના છ વર્ષના બાળકે જીવનનો પહેલો રોજો રાખતા પરિવારજનો તેમજ સંબંધીઓ દ્વારા આ બાળકને અભિનંદન આપીને તેનો ઉત્સાહ વધાર્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement