Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળતા ચકચાર.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામ નજીક આજે એક દિપડાનો મૃતદેહ મળ્યો હતો. વિગતો મુજબ આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ઊચેડીયા જવાના રસ્તા પાસે દીપડો મૃત હાલતમાં પડેલો જણાતા સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી. રાણીપુરા માનવ સ્કૂલ પાસેથી ઉચેડીયા તરફ જતા રોડની નજીકની ખુલ્લી જગ્યામાં દિપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઝઘડીયા વન વિભાગ દ્વારા તેનો કબજો લઇને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દીપડાનું મરણ શાના કારણે થયું છે તે બાબતની તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ઝઘડિયા જીઆઇડીસીમાંથી પણ એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર દિપડા નજરે પડતા હોય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

જંબુસર તાલુકાનાં અણખી ગામેથી પાંચ ફૂટનો મગર ઝડપાયો.

ProudOfGujarat

વાગરામાં આવેલ ગેઇલ કંપનીમાં દીપડો જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ

ProudOfGujarat

નવસારી જિલ્લા પંચાયત માં આગામી અઢી વર્ષ માટે વિવિધ સમિતિ ની રચના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!