Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર બે ઇસમોનો હુમલો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા ગામે રહેતા અશ્વિનભાઇ શાંતિલાલ વસાવા છેલ્લા બે મહિનાથી માલીપીપર ગામે એક સિલિકા પ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત તા. ૨૪ મીના રોજ સાંજના સાડા સાતના સમયે અશ્વિનભાઇ ઘરેથી માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટમાં નોકરીએ જવા નીકળ્યા હતા. સિલિકા પ્લાન્ટ બંધ થયા બાદ રાતના સાડા બારના અરસામાં તેઓ ચા પીને પ્લાન્ટમાં રાઉન્ડ મારવા ગયા હતા. તે દરમિયાન બે ઇસમો અશ્વિનભાઇ પર હુમલો કરીને તેમને માર મારવા લાગ્યા હતા. અશ્વિનભાઇએ આ ઇસમોને જોતા આ બે ઇસમો પૈકી એક જુના આમોદ ગામનો શૈલેષભાઇ કિશોરભાઇ વસાવા અને તેની સાથે આવેલ ઇસમ મંગાભાઇ બાધરભાઇ વસાવા હતા. શૈલેષના હાથમાં ધારિયું હતું. તેણે અશ્વિનભાઇને ડાબા પગમાં ઘુંટણના નીચે ધારિયાનો હાથો મારી દીધો હતો, તેમજ માથાના ભાગે અને હાથના ભાગે ધારિયાના ઝટકા માર્યા હતા. બીજા ઇસમ મંગાભાઇ બાધરભાઇ વસાવાએ અશ્વિન સાથે ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામા અશ્વિનભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ અશ્વિનભાઇની જુના આમોદ ગામની સીમમાં આવેલ જમીનની બાજુમાં શૈલેષ વસાવાની જમીન પણ આવેલી છે. શેલેષ અશ્વિનભાઇની જમીનમાંથી રસ્તો કાઢવાનું કહેતો હોઇ, રસ્તા બાબતે બન્ને વચ્ચે તકરાર ચાલ્યા કરે છે, તે વાતની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું જણાવાયું હતું. ઘટના સંદર્ભે અશ્વિનભાઇ શાંતિલાલ વસાવા રહે.નવા માલજીપુરા (સારસા ડુંગરવાળું) તા.ઝઘડીયાનાએ શેલેષભાઇ કિશોરભાઇ વસાવા તેમજ મંગાભાઇ બાધરભાઇ વસાવા બન્ને રહે.ગામ આમોદ, તા.ઝઘડીયા, જિ.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સેલંબા ખાતે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે યુવા બેરોજગાર અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડીયા જીઆઈડીસીની વિલિયન ઓર્ગેનાઈઝ કંપનીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ પર ફુલવાડી ગામનાં બે ઈસમોએ કુહાડીની મુંદર મારી ઇજા પહોંચાડતા બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ProudOfGujarat

ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત મોન્જીનીઝ કેક શોપમાંથી ખરીદવામાં આવેલી બર્થ ડે કેક બગડેલી નીકળતા હોહા મચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!