Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં વારસિયા પોલીસે ખૂનના ગુનાના ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા.

Share

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજતાં વારસિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંઘની સૂચના અનુસાર વડોદરામાં ગઇકાલે ભંગારના પૈસાની લેવડ-દેવડ બાબતે ઝઘડો થયેલ હોય તેની અદાવત રાખી ખૂની ખેલ ખેલવામાં આવ્યો હોય જેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયેલ હોય આ ફરિયાદના આધારે આરોપીની પૂછતાછ કરતાં મરણજનાર મનોજ મોતીલાલ ચૌહાણને મુકેશ કનુ વસાવા દ્વારા અન્ય ત્રણ શખ્શો ગણેશ ઉર્ફે ભૂરીયો બચુભાઈ પટેલ, પંકજ પન્નાલાલ બારિયા, મનોજ પન્નાલાલ બારિયા દ્વારા ઈરાદાપૂર્વક મનોજ મોતીલાલ ચૌહાણને જૂના આર.ટી.ઓ પાછળ વારસિયા ખાતે એક સંપ થઈ માથાના ભાગે ઈંટ મારી દોરી વડે ગળે ટુપો દઈ મનોજ ચૌહાણનું મોત નિપજાવેલ હોય જેના ચારેય આરોપીઓને વારસિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરેલ છે.

Advertisement

Share

Related posts

વસંત પંચમીના પાવન દિવસે ભવ્ય ભરૂચના હૃદયસ્થળ કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ગ્રંથ આરતી સાથે ઉજવાયો ભવ્ય ભૃગુકચ્છનો પ્રાગટ્ય દિવસ

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા વિસ્તારમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી, પાલિકાના દેવા મુદ્દે વિપક્ષ આક્રમક, વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!