Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ વાગરાના ચાંચવેલ ગામ ખાતે આવેલા પેટ્રોલપંપ પર બુકાનીધારી લૂંટારુઓ ત્રાટકી બંદૂકની અણીએ હજારોની લૂંટને અંજામ આપતા ખળભળાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ચાંચવેલ ખાતેના વેલકમ પેટ્રોલપંપ ઉપર રાત્રીના સમયે મોટરસાયકલ પર સવાર થઇ આવેલા બે જેટલા બુકાનીધારી લૂંટારુઓ એ પેટ્રોલપંપની કેબીનમાં સુઈ રહેલા કર્મચારીને બંદૂક બતાડી તેને માર મારી કેબીનના ગલ્લામાં રહેલ અંદાજીત ૩૦ હજારની રોકડની લૂંટને અંજામ આપી સ્થળ પરથી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી.

રાત્રીના સમયે આવેલા બંને લૂંટારુઓએ હિન્દી ભાષામાં પેટ્રોલપંપના કર્મીને બંધક બનાવી કહ્યું હતું કે જેટલા પણ પૈસા છે તે આપી દે તેમ કહી લૂંટને અંજામ આપ્યો હતો, પેટ્રોલપંપના કર્મીએ સંચાલકને ઘટના અંગેની જાણ કરતા સંચાલકે મામલા અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી, લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલપંપની કેબીનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે કંઈ રીતે લૂંટારુઓએ કેબિનમાં આવી પહોંચી અંદર સુતેલા કર્મચારીને બંધક બનાવી તેને મારમારી સ્થળ પરથી ફરાર થયા હતા.

હાલ તો સમગ્ર મામલામાં એક કર્મચારી લૂંટારુઓના હુમલામાં ઘાયલ થયો હતો જેને પ્રાથમિક સારવાર આપી હતી, તેમજ વાગરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજની મદદથી અજાણ્યા લૂંટારુઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

વડોદરામાં આંગણવાડીઓના વર્કરો વેતન વધારવા સહિત વિવિધ માંગણીઓ અંગે સરકાર સામે જંગ

ProudOfGujarat

અંકલેશ્વર નગરમાં ઠેર ઠેર ટ્રાફિકજામની સમસ્યાના પગલે રાહદારીઓ ત્રાહિમામ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાઇ:ત્રીજી લહેરને ધ્યાને રાખીને કામગીરી આંરભાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!