Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરતી ગોત્રી પોલીસ.

Share

વડોદરામાં સ્પાની આડમાં વિદેશી યુવતીઓના દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ગોત્રી વિસ્તારમાં કેમરી સ્પાની આડમાં દેહ વ્યાપાર થતો હોવાની બાતમી ગોત્રી પોલીસને મળતાં પોલીસે ગોત્રી વિસ્તારમાં કેમરી સ્પા ખાતે બોગસ ગ્રાહક મોકલી સ્પાનો પર્દાફાશ કર્યો હતો. કેમરી સ્પાના માલિક ધવલ રાજપૂત, મેહુલ પરમાર, ગ્રાહક સચિન જોશીની અટકાયત કરી ગોત્રી પોલીસે સ્પામાં મળી આવેલ એક થાઈલેન્ડની યુવતી સહિત બે યુવતીઓને મુકત કરી હતી. સ્પામાં ગ્રાહકો પાસેથી રૂ. 1200 થી માંડી 3000 હજાર દેહના સોદાગરો વસૂલતા હતા. સ્પાના માલિકની ગોત્રી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કારમી હાર બાદ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું રાજીનામું, શું આ રીતે હારનો સામનો કરશે કોંગ્રેસ કે પછી ટક્કર આપશે.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસી માં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!