Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે આર.સી.સી. રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં દુ.વાઘપુરા ગામે ઝવેરનગર વિસ્તારમાં આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગ્રામ પંચાયતના વોર્ડ નં.૯ માં સમાવિષ્ટ ઝવેરનગર ખાતે દુ.વાઘપુરાના સરપંચ મુકેશભાઇ વસાવાના હસ્તે આરસીસી રસ્તાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

નવા બનનાર આરસીસી રસ્તાનું ખાતમુહર્ત કરાતા સોસાયટીના રહીશોમાં આનંદની લાગણી ફેલાવા પામી હતી. આ માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ થાય એવી લાગણી સોસાયટીના રહીશોએ વ્યક્ત કરી હતી, જેથી ચોમાસામાં પડતી હાડમારી નિવારી શકાય. ખાતમુહુર્તના આ કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ખાતમુહર્ત બાદ વહેલી તકે કામ શરુ કરવામાં આવશે એમ જણાવાયું હતુ. ઉલ્લેખનીય છેકે ઉમલ્લા દુ.વાઘપુરા એ ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથકો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં અડાજણ વિસ્તારમાં ઘરકંકાસને કારણે 30 વર્ષીય પરિણીતાની હત્યા ખુદ તેનાપતિએ કરી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસનાં સૂત્રો ગતિમાન કર્યા છે.

ProudOfGujarat

20 મિનિટના અંતરમાં રમાઈ રમત : અંકલેશ્વરનું ત્રણ રસ્તા સર્કલ વાહન પાર્કિંગ માટે બન્યું જોખમી.

ProudOfGujarat

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!