Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં ઔદ્યોગિક એકમોને કોરોના સબંધિત એસઓપી અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સુચના.

Share

રાજ્યમાં કોવિડ-૧૯ સંક્રમણને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક એકમો કાર્યરત રાખવા માટે સરકાર દ્વારા વિગતવાર એસઓપી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંક્રમણને ફેલાતું અટકાવવા અને તેની સામે બચાવ માટે ઔદ્યોગિક એકમો સહિતના સ્થળો અંગે વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા જિલ્લાના ઔદ્યોગિક એકમોને આ એસ.ઓ.પી. અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

કોરોનાના વધતા જતા સંક્રમણ સામે એકમોમાં નિર્દિષ્ટ સાવચેતી અને સલામતીના પગલાઓ લેવાઈ રહ્યા છે કેમ તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લામાં સંબંધિત પ્રાંત અધિકારીઓના અધ્યક્ષસ્થાને સમિતીની રચના કરવામાં આવી છે. જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન ચોક્સાઈથી કરાઈ રહ્યું છે કે કેમ તેની ખાતરી કરવા માટે હાલોલ અને આસપાસના વિસ્તારો માટે ૩ ટીમો, કાલોલ માટે ૧ ટીમ અને ગોધરા માટે ૧ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમો વિવિધ ઔદ્યોગિક એકમોની રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી જિલ્લાના કુલ ૪૮ એકમોની સ્થળ મુલાકાત લઈ આ ટીમો દ્વારા ચકાસણી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ટીમો એકમમાં પ્રવેશ અને કામગીરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય છે કે કેમ, ઉદ્યોગ એકમના પ્રિમાઈસીસને નિયમિતપણે સેનિટાઈઝ કરાય છે કે કેમ, એકમમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવે છે કે નહીં, તેમની નોંધણી થાય છે કે નહીં, દરેક વ્યક્તિ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ વગેરે બાબતોની ચકાસણી કરી રહી છે. એકમોમાં જમવાની રીસેસ એકી સાથે ન આપતા વારા ફરતી થોડા-થોડા વ્યક્તિઓને રીસેસ આપવી, પ્રાથમિક મેડીકલ સારવારની ઉપલબ્ધી, શારીરિક નબળાઈ જણાતી હોય કે તાવ આવતો હોય તેવા શ્રમયોગીઓને કામ પર ન બોલાવવા, કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા અધિકૃત કરેલ હોસ્પિટલનું લિસ્ટ પ્રદર્શિત કરવું, કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા શ્રમયોગીઓને કામ પર ન બોલાવવા તથ બિન જરૂરી મુલાકાતીઓને એકમમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવો, એકમમાં કામ કરતા તમામ શ્રમયોગીઓના વીમા ઉતરાવેલ છે કે કેમ તેની ચકાસણી કરવી જેવી બાબતોની ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે ઉધોગિક એકમ દ્વારા આ તમામ બાબતોનું પાલન નહીં કરવામાં આવતુ હોવાનું જણાશે તો તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ સમિતીના સભ્ય સચિવ અને જિલ્લા ઉદ્યોગ મેનેજર શ્રી જિગર દવેએ જણાવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નોટબંધી પર મોટો નિર્ણય, સુપ્રીમ કોર્ટે ફગાવી તમામ 58 અરજીઓ

ProudOfGujarat

વડોદરા : લક્ષ્મીપુરા તરફ જતી કાંસમાં ટેમ્પો ખાબકતા ચાલક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચમાં મક્તમપુર ખાતે 2 અને 5 કિમી મેરેથોનમાં 435 મહિલા-પુરુષો દોડ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!