Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેશનલ હાઈવે પરથી દારૂની હેરફેર કરતા બે આરોપીઓને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ.

Share

ભરૂચમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા તેમજ એક ઇસમને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના પોલીસ અધિક્ષક એમ.એચ ભરાડા તથા ભરૂચના પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ દ્વારા દારૂના કેસો શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને સી ડિવિઝન પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે નેશનલ હાઈવે સુરતથી વડોદરા તરફ જતાં ટેમ્પાની તલાશી લેતા આરોપી રમેશચંદ્ર કેશીયા મીણા રહેઠાણ રાજસ્થાન અને પારુલ વિનોદ વાઘેલા રહેઠાણ નવસારી બંનેને પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુની હેરફેર કરતા ઝડપી પાડયા છે. આ બંને શખ્સોના ટેમ્પામાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 708 કિંમત રૂપિયા 85,200/- 3 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 25000, બોલેરો પિકઅપ ગાડી કિંમત રૂપિયા ૪ લાખ સહિત અંગ ઝડતીની રોકડ રકમ બે હજાર સહિત કુલ મુદ્દામાલ રૂપિયા 5,12,200 સાથે બંને આરોપીઓને ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનાં દેવલીયા ગામથી બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

પાવીજેતપુરના કલારાણી ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ દ્વારા પ્રજાસત્તાક પર્વ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!